પોરબંદરની યુવતીએ વડોદરા ખાતે યોજાયેલા રંગોળી પ્રદર્શનમાં રતન ટાટાની અદ્ભુત રંગોળી બનાવી હતી.
પોરબંદરની યુવતી વિશ્ર્વા ડઢાણીયાએ વડોદરા ખાતે પરંપરા રંગોળી ગ્રુપ દ્વારા આયોજિત રંગોળી પ્રદર્શનમાં ભાગ લઈ રતન ટાટાની અદ્દભુત રંગોળી બનાવી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
વિશ્ર્વાએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફાઇન આર્ટનો અભ્યાસ પુર્ણ કરેલ છે અને ત્યારબાદ ભારતભરના અનેક કલા પ્રદર્શનોમાં ભાગ લઈ પોતાની કલાનું કામણ પાથરેલ છે.વિશ્ર્વાને ચિત્રકામની સાથે સાથે રિયાલિસ્ટિક રંગોળી બનાવવાનો પણ ખુબ શોખ છે.
વડોદરાના ખુબ જ પ્રખ્યાત પરંપરા રંગોળી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દિવાળી નિમિત્તે અદ્દભુત રંગોળી પ્રદર્શન યોજવામાં આવે છે.આ પ્રદર્શનમાં પોરબંદરની યુવતી વિશ્વા ડઢાણીયાએ પણ ઉત્સાહપુર્વક ભાગ લઈ ૯૦ કલાકની સતત મહેનત બાદ ૬૦ કિલો કલરના ઉપયોગથી રતન ટાટાની રંગોળી બનાવી ભારત રત્ન એવા રતન ટાટાને ભાવપુર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડોદરા ખાતે યોજાયેલ આ રંગોળી પ્રદર્શનમાં બનાવેલી રંગોળીઓ ૩ નવેમ્બર સુધી લોકો જોઈ શકે તે માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.વિશ્ર્વાની આ અનેરી સિદ્ધિ બદલ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ વિશ્ર્વાને અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech