રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવા ચણાની પુષ્કળ આવક નોંધાઇ હતી. છેલ્લા એક દાયકામાં રાજકોટ યાર્ડમાં ચણાનું બજાર વિકસ્યું છે. ચણા ઉપરાંત નવા ધાણા, ધાણી, જીરૂ અને ઘઉંની આવક પણ નોંધાઇ છે. વિશેષમાં વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી મગફળી અને કપાસની આવક ઘટવા લાગી છે. જ્યારે નવા ચણા, તુવેર, ધાણા, ધાણી, જીરૂ તેમજ ઘઉંની આવક વધવા લાગી છે. દરમિયાન આજે નવા ધાણા અને ધાણીની 2500 ગુણીની આવક સામે ધાણીનો ભાવ રૂ.1400 અને ધાણાનો ભાવ રૂ.1000, નવા જીરૂની 1000 ગુણીની આવક સામે ભાવ રૂ.5000થી 7500 સુધી રહ્યો હતો. નવા ચણાના 20 હજાર બાચકા અને નવી તુવેરના 15000 બાચકાની આવક નોંધાઇ હતી. ઘઉંમાં નવી આવકો શરૂ થઇ ચુકી છે પરંતુ હજુ જોઈએ તેવી આવક નથી, આ વર્ષે જોઇએ તેવી ઠંડી પડી ન હોય ઘઉંના પાકમાં હજુ જોઇએ તેવી જમાવટ થઇ નથી. કપાસની આવક ઘટીને 18 હજારથી 19 હજાર મણ જેવી થઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech