કુતિયાણા ગામે બે શખ્શોએ લાકડાના ધોકા વડે યુવાન ઉપર ઘાતક હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કુતિયાણાના ચકલાપરામાં રહેતા અને મજૂરી કામ કરતા કેમન પ્રતાપ ઠક્કર નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કુતિયાણાના ટાવરચોકમાં પાન માવો ખાઇને શાકમાર્કેટ જતો હતો ત્યારે તેના જ લતામાં રહેતા ધર્મેશ રણછોડ પરમાર અને ઉમેશ રણછોડ પરમાર બંને જણા લાકડાના ધોકા લઇને આવી પહોચ્યા હતા અને કેમનને કહેવા લાગ્યા હતા કે ‘તારા ઘરના સભ્યો અમારી સાથે કેમ અગાઉ ઝઘડો કરતા હતા?’ આથી ફરીયાદીએ જણાવ્યુ હતુ કે તમે લોકો સાંજે અમારા ઘર તરફ લાઇટબતીઓ મારતા હતા તેથી મારા પિતા પ્રતાપભાઇએ તમને ઠપકો આપ્યો હતો. આવુ કહેતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો દઇ કેમનને આડેધડ માર મારવા લાગ્યા હતા. લોકોનુ ટોળુ એકત્ર થઇ જતા એ બંને ઇસમોએ ‘આજે તો તુ બચી ગયો પરંતુ હવે ફરી આડો આવીશ તો મારી નાખશુ’ એવી ધમકી આપી જતા રહ્યા હતા. ઘવાયેલા કેમનને સારવાર માટે ૧૦૮ મારફતે કુતિયાણા અને ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ ગુન્હો દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech