દિલ ખોલીને કરી રીયા સાથે વાત કરતી વખતે આમીરખાન થયો ભાવુક
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આ દિવસોમાં મોટા પડદાથી દૂર છે. દરમિયાન, તેમણે પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું છે. રિયાના પોડકાસ્ટની પ્રથમ મહેમાન સુષ્મિતા સેન હતી. હવે તેના શોનો આગામી ગેસ્ટ આમિર ખાન છે. રિયાએ આગામી એપિસોડનો પ્રોમો શેયર કર્યો છે. પ્રોમોમાં આમિર રિયા સાથે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતોઆમિર કહે છે કે 'મારે ફિલ્મોમાંથી ખસી જવું પડશે.' રિયાએ કહ્યું 'જૂઠું.' તો આમિરે કહ્યું, 'ના, હું સાચું કહું છું.' રિયાએ કહ્યું, 'લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવો.' આમિરે કહ્યું- કરો.જો કે આ અગાઉ પણ આમીર ખાને એવી હિન્ટ તો આપી જ હતી, કે તે હવે ફિલ્મો નહી કરે.
રિયાએ આમિરને પૂછ્યું- જ્યારે તમે અરીસામાં જુઓ છો, તો શું તમને લાગે છે કે 'હું ખૂબ જ સુંદર છું'. હું સ્ટાર છું કે આમિર ખાન? આ સાંભળીને આમિર હસ્યો. આમિર કહે છે, 'સાચું કહું તો મને રિતિક રોશન, શાહરૂખ ખાન અને સલમાન ખાન હેન્ડસમ લાગે છે.' રિયા કહે, 'ના, તમે હેન્ડસમ છો. દરેક વ્યક્તિ મારી સાથે આ બાબતે સહમત થશે. ત્યારે આમિર કહે, 'હું ક્યાં સારો દેખાઉં છું?' મારા કપડા માટે લોકો મને કેટલી વાર ટ્રોલ કરતા રહે છે.
રિયા હસીને કહે છે, 'મેં તમારા દેખાવને સારો કહ્યો છે, તમારી ફેશન સેન્સને નહીં.' આગળ, આમિરે રિયાના વખાણ કર્યા અને કહ્યું કે તેણે મુશ્કેલ સમયમાં ખૂબ હિંમતથી કામ કર્યું. આમિર કહે છે કે 'હું જાદુમાં વિશ્વાસ કરું છું.'આ શોમાં આમિર અને રિયા બંને જીવન વિશે ગહન વાતો કરતા જોવા મળ્યા હતા. એક ક્ષણ આવી જ્યારે આમિર રડ્યો. અભિનેતાએ કહ્યું કે તેને થેરાપી દ્વારા તેના જીવનનો બીજો અધ્યાય શરૂ કરવાનો મોકો મળ્યો છે. આમિરને ઈમોશનલ જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે એવી તો શું વાત છે કે આમિરની આંખમાંથી આંસુ છલકાઇ ગયા. રિયા અને આમિર વચ્ચેની ટૂંકી વાતો ચાહકોના દિલને સ્પર્શી રહી છે. હવે માત્ર એપિસોડ રિલીઝ થવાની રાહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech