અન્ય કારના ચાલકે સાઇડ આપ્યા વિના ટર્ન લેતાં બોલેરો ટકરાઇ
લાખાબાવળના પાટીયા પાસે એક કારના ચાલકે સાઈડ આપ્યા વિના ટર્ન લેતાં પાછળ આવી રહેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એ.સી.બી.ની સરકારી બોલેરો કાર અકસ્માતે ટકરાઈ ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસીબીના એએસઆઇ નારણભાઈ પરબતભાઈ ગાગીયા કે જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી બોલેરો કારમાં બેસીને ખંભાળિયાથી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન આગળ જઈ રહેલી જી.જે.-૩ એમએચ ૮૨૦૬ નંબરની આર્ટિગા કારના ચાલક રાજકોટના મુકેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાએ કોઈપણ પ્રકારની સાઈડ આપ્યા વિના એકાએક ટર્ન લેતાં પાછળથી આવી રહેલી સરકારી બોલેરો ટકરાઈ ગઈ હતી.
જે અકસ્માતમાં સરકારી બોલેરો ધડાકાભેર અથડાયા પછી રોડથી નીચે ઉતરી ગઈ હતી, અને તેનું ટાયર ફાટી ગયું હતું, જ્યારે બોનેટમાં પણ નુકસાની થઈ હતી. સદભાગ્યે તેમાં બેઠેલા પોલીસ સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ આગળ જઈ રહેલી અર્ટિગા કારમાં બેઠેલા એક મહારાષ્ટ્રના યુવાનને ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ બનાવની જાણ થતા સિકકા પોલીસની ટુકડી દોડી ગઇ હતી, કારચાલક મુકેશ વાઘેલા સામે ફરીયાદ થતા તેની અટકાયત કરવા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech