રામાયણમાં રાક્ષસની ભૂમિકા ભજવનાર ૪૫ વર્ષીય થિયેટર અભિનેતાની ઓડિશાના ગંજમ જિલ્લામાં સ્ટેજ પર જીવતા ડુક્કરનું પેટ ફાડીને તેનું માંસ ખાવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટનાથી રાયવ્યાપી આક્રોશ ફેલાયો હતો અને વિધાનસભામાં તેની નિંદા કરવામાં આવી હતી.
૨૪ નવેમ્બરના રોજ હિંજીલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાલાબ ગામમાં થયેલા નાટકના અભિનેતા બિમ્બાધર ગૌડા ઉપરાંત, એક આયોજકની પણ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સત્તાધારી ભાજપના સભ્યો બાબુ સિંહ અને સનાતન બિજુલીએ વિધાનસભામાં આ ઘટનાની સખત નિંદા કરી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં પ્રસારિત થયા બાદ બંને વિદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, પ્રાણી અધિકાર કાર્યકરોએ પણ તેની નિંદા કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
બરહામપુરના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સન્ની ખોખરે કહ્યું, અમે એવા લોકોની પણ શોધ કરી રહ્યા છીએ જેમણે થિયેટરમાં સાપ પણ પ્રદર્શિત કર્યા હતા. તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જોકે, તેણે ધરપકડ કરાયેલા આયોજકનું નામ જાહેર કયુ ન હતું. રાય સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરેલી માર્ગદર્શિકામાં સાપના જાહેર પ્રદર્શન પર પ્રતિબધં મૂકયો હતો.
જમાત–એ–ઈસ્લામી સહિતના ઘણા કટ્ટરવાદી જૂથો પણ સરકારનો ભાગ બની ગયા છે અને ત્યાં હિંદુઓ વિદ્ધ હિંસા ચાલુ છે. જેના કારણે બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન ચીને બંને દેશો વચ્ચે સર્જાયેલી ફોલ્ટ લાઇનનો ફાયદો ઉઠાવવાનું શ કરી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech