પોરબંદર નજીકના નાના એવા અડવાણા ગામનો યુવાન સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરીને દેશસેવામાં જોડાઇ રહ્યો છે ત્યારે તેને શુભેચ્છા આપવામાં આવી છે.
પોરબંદરના નાના એવા અડવાણા ગામનો દિલીપ કુરજીભાઇ પરમાર નામનો યુવાન મધ્યપ્રદેશના બારવાહા ખાતે સી.આઇ.એસ.એફ.ની પેરામિલીટ્રીની અઘરી તાલીમ પૂર્ણ કરીને વતન આવ્યો હતો. તેણે એવું જણાવ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ ખાતે તેનુ પોસ્ટીંગ થવા જઇ રહ્યુ છે.તેણે પ્રાથમિક શિક્ષણ અડવાણાની કુમારશાળા સરકારી સ્કૂલ અને દામજી જોષી સ્કૂલ ખાતે મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે મેળવ્યુ હતુ. અને ત્યારબાદ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગ્રાઉન્ડમાં પોતાની જાતે કોઇના સાથ સહકાર વગર દોડકૂદ સહિતની પ્રેકટીસ કરતો હતો. અને આગળની તૈયારી તેણે યુટયુબમાંથી ઓનલાઇન વીડિયો જોઇને કરી હતી. તેથી પોતાની જાતે કોઇના સાથસહકાર વગર દેશસેવામાં તે જોડાયો છે ત્યારે સ્વબળે આગળ આવેલા આ યુવાનને અડવાણાવાસીઓએ પણ બિરદાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech