આરોપીઓ દ્વારા હુલ્લડ કરી, મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યો
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે આશરે 15 જેટલા શખ્સોએ એકસંપ કરી અને હુલ્લડ મચાવ્યું હતું. આરોપીઓ દ્વારા એક મહિલાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી, ધોકા વડે હુમલો કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સુરજકરાડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ જાહેર કરેલી વિગત મુજબ સુરજકરાડી વિસ્તારમાં રહેતા માયાભાઈ વારસાકીયા, મંજુબેન વારસાકીયા, દેવીબેન વારસાકીયા, વિજય વારસાકીયા, પૂજાબેન વારસાકીયા, રાહુલ વારસાકીયા, હંસાબેન વારસાકીયા, રવિ વારસાકીયા, વૈશાલીબેન વારસાકીયા તેમજ તેઓ સાથે ધસી આવેલા અન્ય છ અજાણ્યા શખ્સોએ પોતાનો સમાન ઈરાદો બર લાવવા માટે ગુનાહિત મંડળી રચી, આરોપીઓ દ્વારા ફરિયાદી પરિવારજનોને હેરાન પરેશાન કરવાના ઇરાદાથી તેઓના ઘરમાં અપપ્રવેશ કર્યો હતો.
આશરે 15 જેટલા શખ્સોએ ફરિયાદી મહિલાના ઘરે હુલ્લડ મચાવી, મહિલા, તેણીના પતિ તેમજ પુત્ર-પુત્રવધુને બેફામ માર માર્યો હતો. આ ઉપરાંત આરોપી રાહુલ વારસાકીયાએ ફરિયાદી મહિલાના પુત્રવધુને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી તેણીના છાતીના ભાગે હાથ નાખી, ચુંદડી ખેંચી અને ગાઉન ફાડી નાખ્યું હતું. જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદી પરિવાર ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે મહિલાઓ તેમજ છ અજાણ્યા શખ્સો મળી, આશરે 15 જેટલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 354 (બી), 34, 143, 147, 149, 323, 452, 504, 506 (2), 114 તેમજ જી.પી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech