અકસ્માત થયાનું બ્લોગમાં કર્યું વર્ણન
બોલિવૂડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન ખૂબ ચર્ચાનો વિષય બને છે. ન્યૂઝ એવા આવી રહ્યા છે કે બિગ બીએ અયોધ્યામાં જમીન ખરીદી છે. આ સિવાય તે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં પણ પોતાની ટીમ બનાવી રહ્યા છે. જેની તસવીરો અને બ્લોગ પણ તેણે શેર કર્યા છે. જેમાં તેના હાથ પર કાળી પટ્ટી બાંધેલી જોવા મળે છે.
બ્લોગથી અમિતાભ બચ્ચને તેમની તસવીર શેર કરી જેમાં તેમના હાથ પર કાળી પટ્ટી બાંધેલી છે અને તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. એક્ટરે જણાવ્યું કે, તેના હાથ પર સર્જરી કરવામાં આવી છે. બિગ બીએ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં અક્ષય કુમાર સાથે પોતાના સર્જીકલ હાથથી શૂટ કરાવ્યું હતું.
તેમના બ્લોગમાં અમિતાભ બચ્ચને અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેમના હાથ પર કાળી પટ્ટી બાંધેલી હતી તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
બ્લોગથી બોલિવૂડ એક્ટરે એ પણ જણાવ્યું કે, તેણે તેના હાથની સર્જરી કરાવી હતી પરંતુ અભિનેતાએ તે જણાવ્યું નથી કે તેની સર્જરી ક્યારે અને શા માટે કરવામાં આવી હતી. આ પછી ફેન્સને એક્ટરની ચિંતા થવા લાગી છે.
ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શું છે?
ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની વાત કરીએ તો, તેને ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની જેમ જ બનાવવામાં આવી છે. આ લીગમાં ઘણી મેચો છે. જેમાં સ્ટાર્સ પોતાની ટીમ બનાવે છે. અમિતાભ બચ્ચન મુંબઈની ટીમના માલિક છે. તો અક્ષય કુમારે શ્રી નગરની ટીમને પોતાની બનાવી લીધી છે.
આ એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટી-10ની છે. તે 2 માર્ચથી શરૂ થશે અને 9 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર ઉપરાંત સૂર્યા, સૈફ અલી ખાન, રામ ચરણ, કરીના કપૂર ખાન અને રિતિક રોશનની ટીમ પણ તેમાં સામેલ છે.
અમિતાભ બચ્ચનની ફિલ્મો
અમિતાભના કામની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં કલ્કી 2898 ADમાં જોવા મળશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં કમલ હાસન, દિશા પટણી પણ જોવા મળવાના છે. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે, પરંતુ રિલીઝ ડેટ હજુ સામે આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech