ગુપ્ત ભાગમાં પતરૂ વાગતાં ગંભીર ઇજા થવાથી ભોગ લેવાયો
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે આવેલા એક કારખાનામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરો ચાલક પોતાનો પગ જમીન પર રાખીને વાહન રિવર્સ માં લેવા જતાં અકસ્માતે બોલેરોનું પતરૂં તેના ગુપ્ત ભાગમાં લાગવાથી ગંભીર ઇજા થઈ હોવાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગર નજીક દરેડમાં ખોડીયાર નગરમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો બ્રિજેશ મંગાભાઈ કરીર નામનો 38 વર્ષનો ભરવાડ યુવાન, ગઈકાલે ચંગા ગામના પાટીયા પાસે આવેલા નર્મદેશ નામના કારખાનામાં બોલેરો નં. જીજે10ટીએકસ-6683માં માલ સામાન ભરીને રિવર્સમાં લેવડાવી રહ્યો હતો, જે દરમિયાન કઇક કામ સબબ નીચે ઉતરવા જતા ગાડી ગીયરમાં હોવાના લીધે અચાનક આંચકો લાગ્યો હતો. યુવાનનો એક પગ બોલેરો બહાર અને એક પગ અંદર હોવાના લીધે નીચે પટકાયતા હતા. એકાએક બોલેરોનું પતં તેના ગુપ્ત ભાગમાં ખૂપી ગયું હતું, અને ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રામજીભાઈ મંગાભાઈ ભરવાડે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech