સમગ્ર રાયમાં ચૂંટણી સંપૂર્ણ શાંતિથી પૂરી થઈ ગઈ છે અને નિર્ભિક વાતાવરણમાં ચૂંટણી પૂરી થયાનો દાવો ઈલેકશન કમિશને કર્યાના હજુ ૨૪ કલાક પૂરા નથી થયા ત્યાં દાહોદ જિલ્લ ાના પરથમપુરા ગામે બુથ નં.૨૨૦માં રાખવામાં આવેલું ઈવીએમ ભાજપના નેતા રમેશભાઈ ભાભોરના પુત્ર જયેશ અને અન્ય શખ્સો દ્રારા કેપ્ચરિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી રજૂઆત કોંગ્રેસ દ્રારા ચૂંટણી પંચને કરી છે અને આ મતદાન મથકમાં નવેસરથી મતદાનની માગણી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોંગ્રેસના પ્રવકતા મનિષભાઈ દોશીએ આ સંદર્ભે આજે પત્રકાર પરિષદ પણ યોજી હતી અને તેમાં બુથમાં રહેલા ઈવીએમ સાથે થઈ રહેલા ચેડાં, જયેશ ભાભોર દ્રારા અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત અને ઈવીએમ પોતાને ઘેર લઈ જવાની વાત સાથેનો વીડિયો પણ રજૂ કર્યેા હતો.
લોકસભાની ૨૫ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયું હતું પરંતુ આ મતદાન વચ્ચે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોએ ચૂંટણીપંચના અધિકારીઓને દોડતા કરી દીધા છે દાહોદના પરથમપુરમા બુથ કેપ્ચરિંગની ઘટના સોશિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવી હતી અને અભદ્ર શબ્દોમાં વાતચીત કરી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડા છે અને ચૂંટણી પચં દ્રારા આ અંગે સ્થાનિક કક્ષાએ રિપોર્ટ કરવા તેમજ નિર્ણય કરવા આદેશ કર્યેા છે.
વાસ્તવમાં દાહોદ લોકસભા બેઠકમાં ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ નેતા રમેશભાઈ ભાભોરના પુત્ર વિજયે કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેવી રીતે બુથને કેપ્ચરીંગ કરી લીધું હતું. એટલું જ નહીં તેણે બુથને કેપ્ચરીંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ દરમિયાન તેણે બુથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી.
આ બનાવમા દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામમાં બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી. જેને લાખો લોકોએ જોઈ હતી.આ ચૂંટણી પચં દ્રારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જિલ્લ ા ચૂંટણી અધિકારીને આ અંગે આ જ સાંજ સુધીમાં નિર્ણય કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech