કેનેડાની કોર્ટ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ગિલના કેસની સુનાવણી આવતીકાલ શુક્રવાર, ૨૨ નવેમ્બરે કરશે અને પોતાનો ચુકાદો આપશે.આ અંગે વધુમાં મળતી માહિતી અનુસાર, આ સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્રારા નહીં પરંતુ ફિઝિકલ કોર્ટમાં થશે.કેનેડાના સરકારી વકીલ અને અર્શ ડલ્લાના વકીલે ઓન્ટારિયો કોર્ટમાં અર્શ ડલ્લાની વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ માહિતી આપી છે. અહી જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લા ૨૮ ઓકટોબરથી કેનેડાની મેપલહસ્ર્ટ જેલમાં બધં છે અને ૧૩ નવેમ્બરથી કેનેડાની વીડિયો કોન્ફરન્સ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્રારા અર્શ ડલ્લાના કેસની સુનાવણી કરી રહી છે.
અર્શ દલ્લાના વકીલે જણાવ્યું કે તેના કેસમાં નિર્ણાયક સુનાવણી આગામી શુક્રવારે આન્ટારિયો કોર્ટના મ નંબર ૧૦ માં થશે,એટલું જ નહીં,આ કેસમાં જામીન પર લાંબી ચર્ચા માટે ફિઝિકલ કોર્ટમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કેસમાં મહત્વની સુનાવણી શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે શ થશે.
જો કે, કેનેડા સરકારના વકીલે એ પણ માહિતી આપી હતી કે ડલ્લાના જામીન માટે તેમના વકીલ કોર્ટ મ ૧૦માં તેમના જામીન પર લાંબી દલીલો કરશે પરંતુ અર્શ ડલ્લાને કોર્ટમાં લાવવામાં આવશે નહીં. ડલ્લા માત્ર વીડિયો કોન્ફરન્સ દ્રારા જ કોર્ટમાં જોડાઈ શકશે.
ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા ૨૮ ઓકટોબરથી કેનેડાની મેપલહસ્ર્ટ જેલમાં બધં છે અને ૧૩ નવેમ્બરથી કેનેડાની વીડિયો કોન્ફરન્સ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્રારા અર્શ ડલ્લાના કેસની સુનાવણી કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech