પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક ગાંધી પાર્ક ખાતે ચાલી રહેલા યોગ સમર કેમ્પમાં બાળકોને મહિલા પોલીસ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી હતી.
મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ના પીએસઆઇ કે.એમ.સૈયદ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ગાંધી પાર્ક ખાતે સંચાલક કિરણબેન ઠાકવાણી એ સમર યોગ કેમ્પ ૨૦૨૫ નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સમર કેમ્પ નું આયોજન કરેલ જેમાં આશરે ૧૩૦ બાળકો ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીની બહેનો,બાળકોઓ એ ભાગ લીધેલો આ સમર કેમ્પ ના સંચાલક કિરણબેન થાકવાણી એ તેઓના ગ્રુપ ના આયોજકો દ્દ્વારા આ સમર કેમ્પ નું આયોજન કરેલ હોય ત્યાં જઈને અમોએ બાળકીઓને ગુડ ટચ બેડ ટચ જરૂરી માહિતી વિશે તેમજ સેલ્ફ ડીફરેન્સ વિશે માહિતી આપેલ તેમજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન તથા ૧૦૦ નંબર પોલીસની મદદ માર્ગદર્શન આપેલ તેમજ રસ્તામાં કોઈ આવારા તત્વો કે ટપોરી,રોમિયો ગીરી કરતા કોઈ ઈસમ હેરાન પરેશાન કરે તો સુરક્ષા સબંધે ૧૦૦ નંબર પોલીસ મદદ માટે અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જાણ કરવા માહિતી આપેલ તેમજ વિદ્યાર્થીની બહેનોને ખાસ માહિતી એ પણ આપેલ કે ટ્યુશન ક્લાસ કે સ્કૂલે થી છુટ્યા બાદ ઘરે જવા માટે તમો લોકો અપ ડાઉન બસ કે રિક્ષામાં મુસાફરી કરો છો તે દરમિયાન તમારી સાથે વાહન માં તમારી બાજુમાં બેસેલો કોઈ ઈસમ તમારી સાથે છેડતી કે અડપલાં કરે તો તમારો બચાવ કરવા માટે તમારી પાસે રહેલ સ્કુલ દફતર,બેગ અથવા પાણીની વોટરબેગ મારફત ધક્કો મારી છેડતી કરતા ઇસમ થી બચવા પોતાનો સ્વ બચાવ કરી શકો છો આવા બનાવો કોઈ સાથે બને તો ઘરે જઈ તમારા વાલીને તમારી સાથે થયેલ બનાવની જાણ કરવી તેમજ આવું કૃત્ય કરનાર ઇસમ વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવી ભોગ બનનાર નું નામ ગુપ્ત રાખવામાં આવે છે આવા કૃત્ય કરનારા ઈસમ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માર્ગદર્શન આપેલ તેમજ પોકસો એકટ કાયદા વિશે માહિતી આપેલ તેમજ ૧૯૩૦ સાયબર ક્રાઇમ અંગે જરી જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગોને માર્ગદર્શન આપવા ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરાશે
June 10, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech