જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ અને હિમ વર્ષા થઈ રહી છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ દેશના અનેક રાયોમાં પણ વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર થયો છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન એક થી ચાર ડિગ્રી જેટલું ઘટી ગયું છે. રાત્રે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ થી ૭૬ ટકા નોંધાયું છે અને આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે ૫:૩૦ વાગ્યે એકત્ર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ દ્રારકામાં ૭૬ નલિયામાં ૬૫ ઓખામાં ૭૦ દમણમાં ૭૦ અને વેરાવળમાં ૭૦% ભેજ નોંધાયો છે સામાન્ય રીતે સાંજે ભેજ નું પ્રમાણ ૨૫ થી ૩૦ ટકા આસપાસ રહેતું હોય છે.
આવા જ બીજા એક મહત્વના ફેરફારમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર સાત –આઠ ડિગ્રીનો જ તફાવત છે. રાયના અન્ય શહેરોમાં આ ડિફરન્સ ૧૫ થી ૨૦ ડિગ્રી જેટલો છે.
વેરાવળમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૩ ડિગ્રી રહ્યું હતું. દ્રારકામાં લઘુતમ તાપમાન ૨૧.૮ અને મહત્તમ તાપમાન ૨૭.૭ ડીગ્રી નોંધાયું છે. યારે ઓખામાં મહત્તમ તાપમાન ૨૮.૮ અને લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી રહેવા પામ્યું હતું.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખડં પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના રાયોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમની અસર નાબૂદ થાય તે પહેલા આગામી તારીખ ૨૪ ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થઈ રહ્યું છે અને તે નોર્થ વેસ્ટ ના રાયોને અસર કરશે તેમ પણ હવામાન ખાતા દ્રારા બુલેટિનમાં જણાવાયું છે.
રાત્રિના તાપમાનમાં એક થી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હોવા છતાં દિવસનું મહત્તમ તાપમાન ઐંચું રહ્યું છે. અમદાવાદ ડીસા ગાંધીનગર કંડલા રાજકોટ સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી ગયું છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન ગાંધીનગરમાં ૩૫.૬ ડિગ્રી નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech