કૈલાશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 2/4/2025 ના તેઓ અહીં ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબરમાંથી એક મહિલાનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, હું શીતલ ગોસ્વામી છું અને મારે ક્રોકરી તથા ઇમિટેશન જ્વેલરી તથા શો પીસ લેવાના છે. જેથી કૈલાશભાઈએ સાંજે દુકાને આવવાનું કહ્યું હતું સાંજના ચારેક વાગ્યે શીતલબેન તથા તેની દીકરી અને બહેન અહીં દુકાને આવ્યા હતા. બાદમાં અહીંથી કપ રકાબી, માઈક્રો ઓવન, એન્ટરટેનમેન્ટ સેરવીંગ સેટ, ગ્લાસ ફ્લાવર પોટ સહિત કુલ રૂપિયા 1,44,850 નો સામાન પસંદ કરી ખરીદ્યો હતો. રાતનો સમય હોય જેથી શીતલબેન જણાવ્યું હતું કે, તમે આવતીકાલે મારા ઘરે સામાન મુકવા આવજો હું તમને મારા ઘરે રોકડમાં પેમેન્ટ આપી દઈશ.
બીજા દિવસે એટલે કે તા. 3/4 ના ફરિયાદીએ રિક્ષામાં ઉપરોક્ત સામાન ભરી અહીં આરોપીના ઘરે મૂકવા ગયા હતા ત્યારે બપોરનો સમય હોય શીતલબેન ઘરે હાજર ન હતા તેના પતિ હરેશ ભાઈ તથા તેની દીકરી હાજર હતા. સામાન ઉતાર્યા બાદ બિલના રૂપિયા 1,44,850 શીતલબેનના પતિ હરેશભાઈ પાસે માંગતા તેમણે ચેક આપ્યો હતો જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે શીતલબેન સાથે રોકડમાં પૈસાની વાતચીત થઈ છે. જેથી હરેશભાઈએ કહ્યું હતું કે, મારી પાસે રોકડા નથી અમે બધો વ્યવહાર ચેકથી જ કરીએ છીએ જેથી યુપીઆઈ પેમેન્ટ કરવાનું કહેતા તેની પણ ના કરી હતી અને કહ્યું હતું કે તમે કાલે સવારે જઈને બેંકમાં ચેક નાખી તમારું પેમેન્ટ લઈ લેજો. વેપારી અહીંથી ચેક લઈ ઘરે ગયા હતા.
બીજા દિવસે આ ચેક વટાવવા માટે બેંકમાં નાખતા તા. 5/4 ના બેંકમાંથી ફોન આવ્યો હતો કે, ચેક બાઉન્સ થયો છે જેથી આ બાબતે વેપારીએ હરેશભાઈને કહ્યું હતું કે અપૂરતા ભંડોળના લીધે તમારો ચેક બાઉન્સ થયો છે. હરેશભાઈએ કહ્યું હતું કે બે દિવસ રજા છે સોમવારે બેંક જઈને તપાસ કરીશ તમે પણ સાથે આવજો. સોમવારે ફરિયાદીએ ફોન કરતા હરેશભાઈએ કહ્યું હતું કે, હું મિટિંગમાં છું પછી ફોન કરું ત્યારબાદ ફોન આવ્યો ન હતો. ત્યારબાદથી ફરિયાદીએ શીતલબેન તથા તેના પતિ હરેશભાઈને અવારનવાર ફોન કરી પૂછતા બંને અલગ અલગ બહાના આપતા હતા.
ગઇ તા. 7/4/2025 ના ફરિયાદીના માતાએ શીતલબેનને ફોન કરી કહ્યું હતું કે, તમે સામાન લઈ ગયા તેને પાંચ દિવસ થઈ ગયા છે કા અમારા સામાન ના પૈસા આપી દો અથવા સામાન પરત મોકલી દો નહિતર અમે પોલીસ ફરિયાદ કરીશું. જેથી શીતલબેને કહ્યું હતું કે, તારો સામાન અમદાવાદ મારા નણંદના ઘરે છે ત્યાં જઈને લઈ આવો અને કહ્યું હતું કે તારાથી જેટલું લીગલી થતું હોય તે કરી લે મારે તને માલ દેવો જ નથી. ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. તા. 9/4 ના સવારે શીતલબેનને ફોન કરતા કહ્યું હતું કે, લીગલ પ્રોસેસ કરી દે મારે માલ પણ નથી દેવો કે પૈસા પણ નથી દેવા. જેથી અંતે આ મામલે ફરિયાદી પોતાની સાથે થયેલી રૂપિયા 1,44,850 ની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech