રાજકોટમાં પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ લોકઅપમાં રહેલ આરોપીને દા આપવા આવનાર શખસ ઝડપાયો હતો. દરમિયાન પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. છેતરપિંડીના કેસમાં પોલીસ સ્ટેશન આવેલા આરોપીની વર્તણુક શંકાસ્પદ જણાતા પોલીસે અહીં પોલીસ સ્ટેશનના પાકિગમાં જ રહેલા તેના એકટીવાની તપાસ કરતા તેમાંથી દાની અડધી બોટલ મળી આવી હતી તેમજ રોકડ પિયા ૧.૧૭ લાખ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે દાની આ અડધી બોટલ, રોકડ રકમ અને એકટીવા સહિત ૧.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,પ્ર.નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ અમરસિંહ પરમાર દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ શાંતિલાલ ઝાલા (ઉ.વ ૪૦ રહે. કેસર કૃપા, ખોડીયાર કૃપા સોસાયટી શેરી નંબર–૩ કોઠારીયા રોડ, રાજકોટ) નું નામ આપવામાં આવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના તે તથા ચાપરાજભાઈ ખવડ અહીં પોલીસ સ્ટેશન હાજર હતા દરમિયાન આરોપી જયદીપ અહીં પોલીસ સ્ટેશન આવ્યો હોય જે છેતરપિંડીના ગુનાનો આરોપી હોય તેની વર્તણુક શંકાસ્પદ જણાતા પોલીસે અહીં પાકિગમાં પડેલા તેના એકટીવાની ડેકી ખોલી તપાસ કરતા તેમાંથી અલગ અલગ દરની ૧,૧૭, ૮૦૦ ની ચલણી નોટો મળી આવી હતી તેમજ એકિટવાની ડેકીમાંથી દાની અડધી બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે દાની આ અડધી બોટલ અને રોકડ રકમ તેમજ એકટિવા સહિત કુલ પિયા ૧,૬૭,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, આરોપી જયદીપ ઝાલા સામે બોગસ દસ્તાવેજ બનાવવા અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો હોય જે ગુનાને લઇ તે અહીં પોલીસ સ્ટેશન આવ્યો હતો દરમિયાન તેની હાજરી શંકાસ્પદ જણાતા પોલીસે તેનું વાહન ચેક કયુ હતું જેમાંથી દાની બોટલ મળી આવી હતી.આરોપી પાસે રહેલી રોકડ રકમ તે પોલીસ સ્ટેશન શા માટે સાથે લાવ્યો હતો? તે તપાસનો મુદો છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ આઇ.એ.બેલીમ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech