લીલીયા નજીક બાઇકમાં જઈ રહેલા દંપતિમાં પત્નીની સાળીનો છેડો બાઇકના પાછળના વ્હીલમાં ફસાઈ જતાં બાઈક સ્લિપ થવાથી દંપતિને ઇજા થઇ હતી જેમાં યુવકને વધુ ગંભીર ઇજા થવાથી રાજકોટ ખસેડવામા આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. દંપતિ અમરેલી દવાખાનાના કામે ગયું હતું પરત ફરતી વખતે બનાવ બન્યો હતો.
મળતી વિગત મુજબ લીલીયાના ખારા ગામે રહેતાં ગૌતમભાઈ જેરામભાઈ વેકરીયા (ઉ.વ.૩૭) ગઈકાલે સવારે મોટરસાઈકલમાં પત્ની દયાબેનને બેસાડી અમરેલી ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે લીલીયા નજીક પહોંચતા પાછળ બેઠેલા પત્ની દયાબેનની સાડીનો છેડો મોટસાઇકલના વ્હીલમાં આવી જતા બાઈક સ્લિપ થવાથી બંને રોડ પર પટકાયા હતા જેમાં ગૌતમભાઈને વધુ ઇજા થવાથી પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવારએ દમ તોડી દેતા બનાવ અંગે માલવિયા નગર પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાગળો કરી લીલીયા પોલીસને રવાના કરવાની કાર્યવાહી કરી છે.
મૃતક મજૂરીકામ કરતાં અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પત્નીની તબિયત બરાબર ન હોવાથી અમરેલી દવાખાને બતાવવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે બનાવ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech