ધુમાડાના ગોટેગોટામાં ફસાઈ ગયેલા વૃદ્ધ મહિલાને ફાયર શાખાની ટુકડીએ સમય સૂચકતા વાપરી બહાર કાઢી લીધા
જામનગરના રણજીત નગર પટેલ સમાજ ની સામેના ભાગમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી. બનાવવા ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ નો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને ફ્લેટમાં રહેતા વૃદ્ધા ને સહી સલામત બહાર કાઢી લેતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ ફાયરની ટીમે પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી. આગ ના આ બનાવવા માં ઘરવખરીનો કેટલાક સામાન સળગી ગયો હતો.
જામનગર માં પટેલ સમાજ પાસે આવેલા હાઉસિંગ બોર્ડના મકાન માં બ્લોક નંબર બી. ફ્લેટ નંબર-૧૬૨ માં રવિવારે મોડી સાંજે અકસ્માતે આગ લાગી હતી.અને ગાડલનો ભાગ સળગવાથી ઘુમાડા ના ગોટા જોવા મળ્યા હતા.
આ બનાવ અંગે દર્શનભાઈ પાલા એ ફાયર બ્રિગેડ ને જાણ કરતાં ફાયર બ્રિગેડ શાખાના હાર્દિકસિંહ ભારત જેઠવા, અશ્વિન રાઠોડ, સંજય દેથળીયા, સહિત નો કાફલો દોડી ગયો હતો.અને ફ્લેટમાં રહેતા સાવિત્રીબેન પાલા નામના વૃદ્ધા કે જેઓ ગાદલા પર દિવા રાખીને પેટાવતા હતા, અને આગ લાગવાથી ધુમાડાના ગોટાની વચ્ચે ફસાયા હતા.
જેથી ફાયર બ્રિગેડના સ્ટાફે તેમને સહી સલામતી રીતે બહાર કાઢી લીધા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી પરંતુ તે પહેલા આગ માં ઘરવખરીનો કેટલો માલ સામાન સળગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech