લ્યો બોલો..હવે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન નહિ ભરે, કારણ કે નવું ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાનું પડે છે આથી ફરી નવું ટર્મિનલ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં આથી હાલના તબક્કામાં 15 ઓગસ્ટ સુધી એરપોર્ટ નું નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થઈ જશે પરંતુ માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે તેવું એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ એ જણાવ્યું છે.
દળી દળી ને ઢાંકણીમાં ની કહેવતની જેમ વર્ષ 2018 થી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી ચાલી રહી છે જ્યારે ગત વર્ષે જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે તેમના ડ્રિમ પ્રોજેક્ટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે હવે શું વડાપ્રધાન મોદીના પણ સપ્ના પર પાણી ફરી વળશે..? તેવા સવાલો ઊભા થયા છે.
સમગ્ર દેશમાં જોર જોરથી ચચર્મિાં રહેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનો પ્રથમ ગ્રીન પ્રોજેક્ટ હોવાની સાથોસાથે સૌરાષ્ટ્રનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ત્યારે 1400 કરોડ રૂપિયાનું આંધણ કરી હવે ઓથોરિટીને ખબર પડી કે નવા ટર્મિનલ બિલ્ડીંગમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માપદંડો નથી.
વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની પણ તૈયારીઓ દશર્વિી નથી.
અગાઉ પણ પેસેન્જરની પ્રાથમિક સુવિધા ને લઈને એરપોર્ટ વિવાદના વંટોળમાં આવી ગયું હતું ત્યારે ફરી એક વખત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ઉડાન રહેશે તેવી વાતો વચ્ચે ચચર્મિાં આવી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech