પોરબંદર એ.બી.વી.પી.એ માધવાણી કોલેજની ઓફીસને સીલ મારવા પ્રશ્ને ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદરની માધવાણી કોલેજ ટ્રસ્ટ દ્વારા વેરાની ભરપાઈ નહી કરવામાં આવતા પાલિકાએ પ્રિન્સીપાલની ઓફીસને સીલ માર્યું છે,નવું સત્ર શ થાય છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહી તે માટે પાલિકાના ચીફ ઓફિસરને મળીને એ.બી.વી.પી.ના સભ્યોએ રજુઆત કરી કે,વેકેશન હમણાં ખુલી જશે,વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે,ત્યારે આવા પગલાઓ વિદ્યાર્થીઓ માટે શું હિતકારક છે તેવા સવાલ સાથે રજુઆત કરવામાં આવી હતી. વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે પણ કઈ અગવડતા આવી છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા એમના સાથે રહ્યું છે અને જ્યારે માધવાણી કોલેજની પ્રિન્સીપાલની ઓફીસને સીલ કરવામાં આવી ત્યારે પણ અધિકારીઓ અને આચાર્યને જે પ્રક્રિયા છે વહેલીતકે પુર્ણ કરે તેમજ કોઈ કારણોસર વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે,રજુઆતના પગલે જવાબદાર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ રહશે નહી અને પરીક્ષામાં પણ ક્યાંય અડચણ થશે નહિ તેવી ખાત્રી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech