સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦૦ ટકા સ્માર્ટ મીટર ધરાવતું પહેલું ગામ બનાવાનો શ્રેય ભાવનગર જિલ્લાના કોબડી ગામને મળ્યો છે. મામસા સબ ડિવિઝન હેઠળ આવતા કોબડી ગામના રહેણાંકી, કોમર્શિયલ સહિત કુલ પર૪ વીજ કનેક્શનોમાં પીજીવીસીએલ ની ટીમે સ્માર્ટ મીટર લગાવતા કોબડી ગામ ’૧૦૦ ટકા સ્માર્ટ મીટર ગામ’ ગામ બન્યું છે.
અત્રે એ નોંધનીય છે કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે લોકોના વિરોધ બાદ ગ્રાહકોને માટે સ્માર્ટ મીટર લગાવવું મરજીયાત કરી દેવામાં આવ્યું હતું. વીજતંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર વિશે જાણકારી આપી ધીમી ગતિએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ બધા વચ્ચે ભાવનગર જિલ્લાનું કોબડી ગામ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦૦ ટકા સ્માર્ટ મીટર ધરાવતું ગામ બન્યું છે.
ભાવનગર વર્તુળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનના મામસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા કોબડી ગામમાં રહેણાંકી, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ, વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટ સહિત કુલ પર૪ વીજ કનેક્શનો આવેલા છે અને આ તમામ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા કોબડી ગામ ૧૦૦ ટકા સ્માર્ટ મીટર ધરાવતું સૌરાષ્ટ્ર-કચ્છનું પહેલું ગામ બન્યું છે.
કુલ ૫૨૪ વીજ કનેક્શન
કોબડી ગામમાં લાગેલા સ્માર્ટ મીટરની વિગત જોઈએ તો રહેણાંકી ૪૭૯, કોમર્શિયલ ૨૨, સરકારી કનેક્શન ૪, વોટર વર્કસ ૪, ઈન્ડસ્ટ્રીયલ ૭, સ્ટ્રીટલાઈટ ૩ અન્ય ૫ એમ કુલ ૫૨૪ કનેક્શનનો સમાવેશ થાય છે. કોબડી ગામના કુલ ૫૨૪ કનેક્શનનોમાં ૪૦ કનેક્શનોમાં સોલાર સિસ્ટમ લાગેલી છે. જેમાં સ્માર્ટ મીટર ફરજીયાત હોય છે. આ સિવાયના તમામ કનેક્શનોમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં વીજતંત્રને સફળતા મળી છે. આ અંગે મામસા સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જીનિયર મોરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રામજનોનો સહયોગ અને અમારા સ્ટાફે દરેક ગ્રાહકને વ્યક્તિગત જાણકારી આપતા કોબડી ગામમાં દરેક ઘરે સ્માર્ટ મીટર લાગ્યું છે અને આ સિદ્ધિ મેળવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech