મારી નાખવાની ધમકી દીધી : જેલમાં ગયો ત્યારે તમે મદદ કરી નથી તેમ કહી શખ્સ વિફર્યો
લાલપુરના જાખર ગામમાં માતા-પુત્ર પર લાકડી વડે હુમલો કરીને ધમકી દીધાની શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. જેલમાં ગયો ત્યારે તમે કોઇએ મને મદદ કરી નથી એ વાતનો ખાર રાખીને આરોપી વિફર્યો હતો.
લાલપુર તાલુકાના જાખર ગામમાં રહેતા ખેતીકામ કરતા મયુર મનસુખભાઇ ગુઢડીયા (ઉ.વ.22) નામના કોળી યુવાને ગઇકાલે મેઘપર પોલીસમાં જાખર ગામના વિપુલ રસિક ગુઢડીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 325, 504, 506(2), 452, તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. 24ના રોજ ફરીયાદીના ઘરમાં લાકડી લઇ આરોપીએ પ્રવેશ કરીને હું જેલમાં ગયો ત્યારે તમે કોઇએ મને મદદ કરી નથી તેમ કહીને આ વાતનો ખાર રાખી ફરીયાદીને હાથ અને બંને પગમાં આડેધડ લાકડીના ઘા ઝીંકી દીધા હતા તેમજ માથાના ભાગે ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી.
આ ઉપરાંત અપશબ્દો બોલી તેમજ ફરીયાદીના માતા પાર્વતીબેનને લાકડીનો એક ઘા અને ઝાપટ ઝીંકી દીધી હતી તેમજ ફરીયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, તદઉપરાંત ફરીયાદી મયુરભાઇને કોણીથી નીચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી, ફરીયાદના આધારે મેઘપર પડાણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech