પોરબંદર નજીકના સીમાણી ગામે સેમિનાર યોજાતા આજનો સમાજ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની સંસ્કૃતિને સ્વીકારે નહીં તેમ જણાવ્યું હતું.
નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા સીમાણી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા ની મુલાકાત લીધેલી . હાઈસ્કૂલ ના શિક્ષકો અશ્ર્વિનભાઈ મહેતા અને અંકુરભાઈ થાનકી દ્વારા શબ્દો થી સ્વાગત અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છથી ગૃપના અધ્યક્ષ લેખિકા કવયિત્રી મંજુલા બહેન અને લીલુબેન ઓડેદરાનું સન્માન કરવામાં આવ્યું. આ તકે મંજુલા બહેને બાળકો ને શૌર્ય, સ્વાભિમાન,ચારિત્ર નીર્માણમાં પાયાની માહિતી આપતા જણાવેલ કે જેની પાસે સ્વાભિમાન છે એજ એમની ચોક્કસ ઓળખ બનાવી શકે. આપણી સંસ્કૃતિ ચારિત્રવાન વ્યક્તિને પુજે છે. આ દેશ સીતા, સાવીત્રીનો છે.આપણી સભ્યતા બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની નથી આપણો સમાજ ક્યારેય ચારિત્રહિનતા નો સ્વીકાર ના કરે બાળમાનસમાં વિકસતી વિકૃતિ માટે મોટાભાગે મોબાઈલ જેવાં યાંત્રીક ટેકનોલોજી પણ જવાબદાર છે. તો બાળકોએ વ્યક્તિત્વ વિકાસ માટે અત્યારથીજ એમના અભ્યાસ અને પૈતૃક વ્યવસાય પર પણ ધ્યાન આપવું જોઈએ .ને મોબાઈલ ની દુનિયા થી દુર રહેવું જ હિતાવહ ગણાય શિક્ષક બનવું સહેલું નથી પણ એ નશીબદાર હોય છે કે આવા નિર્દોષ બાળકોનું સાન્નિધ્ય માનસિક સુકુન આપે છે ચીંતા,પરેશાનીથી મુક્તિ જોઈતી હોય તો બાળકોની દુનિયામાં બાળકો જેવું થવું પડે .પ્રાથમિક શાળાના નાના ભુલકાઓ સાથે મંજુલાબેને આગવી શૌલીમાં બાળકાવ્યો દ્વારા બાળકો સાથે રમ્મત સાથે ગમ્મતની પળો માણી. બાળકો એ પણ એમની નિર્દોષ શૌલીમાં ગીત ને નૃત્ય ની રજુઆત કરી.
આ સાથે ત્યાં હાજર રહેલા ડો,નેહલ બેન કારાવદરા , ઉર્વશી બહેન ધામી,પા બહેન સહીત ના શિક્ષકો દ્વારા અવારનવાર નાલંદા સંસ્કૃતિ ગૃપ ના સભ્યો મુલાકાત લેતા રહે ને જીવનદર્શી માર્ગદર્શન કરતા રહે એવી ઈચ્છા પણ વ્યક્ત કરેલી હાઈસ્કૂલ ની દીકરીઓ વક્તવ્ય થી પ્રભાવિત થતા ભાવુકતાના દ્રશ્યો સર્જાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech