ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પોપ્યુલર કે પોપ આઈડલ વોનયોંગ પોર્ન વીડિઓના લીધે ચર્ચામાં
20 વર્ષની એક પ્રખ્યાત સ્ટાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. તેનું કારણ છે તેનો ડીપફેક પોર્ન વીડિયો.સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.
સાઉથ કોરિયાની એક સ્ટાર તેના અશ્લીલ ડીપફેક વીડિયોને કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે. સાઉથ કોરિયાની આ સ્ટાર માત્ર 20 વર્ષની છે અને સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. ઉલ્લેખનીય છે કે પહેલા પહેલા પણ સેલેબ્સના ફેક વીડિયો ખૂબ વાયરલ થયા છે. જ્યારે હવે ડીપફેક વીડિયો ટ્રેન્ડમાં છે. અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી જાણીતી સુંદરીઓના ડીપફેક વીડિયો વાયરલ થયા છે. પરંતુ હવે સાઉથ કોરિયાની એક સ્ટારનો ડીપફેક પોર્ન વીડિયો વાયરલ થયો છે.
કે પોપ આઈડલ વોનયોંગ હાલ તેના ડીપફેક પોર્ન વીડિયોના કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે. અશ્લીલ ડીપફેક વીડિયો ‘NTH રૂમ’ને કારણે કે પોપ આઈડલ વોનયોંગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો અશ્લીલ ડીપફેક વીડિયો ઘણી સાઈટ પર વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે વોનયોંગ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
વોનયોંગ એક પ્રખ્યાત ગાયક અને કે-પૉપ આઈડલ છે. પ્રોડ્યુસ 48 જીત્યા બાદ ચર્ચાઓમાં આવેલી વોનયોંગ હાલમાં પ્રોજેક્ટ ગર્લ ગ્રૂપમાં જોડાયા બાદ કે-પૉપ ગ્રુપ 'આઈવીઈ રી'નો એક ભાગ છે. સાઉથ કોરિયન સ્ટારનું ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ફોલોઈંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડ 30 લાખ (13 મિલિયન) લોકો ફોલો કરે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ડીપફેક વીડિયોનું ચલણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ડીપફેકનો અર્થ એ છે કે સેલિબ્રિટીના ફોટો અને વીડિયો સાથે છેડછાડ કરીને તેને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે સાચા-ખોટાની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે. સેલેબ્સના અવાજ સાથે ચેડા કરીને પણ ડીપફેક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech