ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે પરંતુ અરબી સમુદ્રની ઉત્તર દિશામાં સર્જાયેલા સાઇક્લોનિક સરકયુલેસન અને દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયામાં ઊભા થયેલા ઓફ શોર ટ્રફના કારણે આગામી તારીખ ત્રણથી પાંચ સુધીમાં ફરી વરસાદનું જોર વધશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ માત્ર વલસાડ જિલ્લાના ઉમરગામ અને કપરાડામાં તથા સૌરાષ્ટ્રમાં બે સ્થળોએ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાકી તમામ જગ્યા એ સામાન્ય ઝાપટાં પડ્યા છે. આજે સવારે 6:00 થી 8 ના પ્રથમ બે કલાકમાં પણ માત્ર 15 થી તાલુકામાં વરસાદ શરૂ થયો છે પરંતુ ક્યાંય અડધો ઇંચથી વધુ વરસાદ નથી.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ત્યારે ગુજરાતમાં મહીસાગર અરવલ્લી નવસારી તાપી બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળોએ ઝાપટા પડ્યા છે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અને ભાવનગર જિલ્લાના મહુવામાં એક એક ઇંચ પાણી પડ્યું છે. ભાવનગર પોરબંદર મોરબી અને જુનાગઢમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. તળાજા સિહોર સુત્રાપાડા ગાંધીધામ માં અડધો અડધો ઇંચ પાણી પડ્યું છે. સિહોર કોડીનાર તાલાલા ઉના માંગરોળ માળીયા મીયાણા માં સામાન્ય ઝાપટા પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech