રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે વધુ એક વખત શહેરની સોની બજાર તેમજ સદર બજાર નજીક હરીહર ચોકમાં આવેલ સ્ટાર ચેમ્બર્સ સહિતના સ્થળોએ મિલકતો સીલ કરીને બપોર સુધીમાં ૪૫ લાખ ૫૧ હજારની રિકવરી કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં-૧માં રૈયા રોડ પર આવેલ બાલમુકુન્દ કોમ્પ્લેક્ષ શોપ નં-૧ ની નોટીસ સામે રીકવરી રૂ.૫૮,૦૦૦, વોર્ડ નં-૬માં શ્રમજીવી સોસાયટીમાં એક યુનિટને સીલ, વોર્ડ નં-૭માં હરીહર ચોકમાં સ્ટાર ચેમ્બર્સ સેવન્થ ફ્લોર ઓફિસ નં.૭૨૮ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૭ લાખ, પંચનાથ પ્લોટમાં આવેલ પેસિફિક ફોર્ચ્યુનમાં સેકન્ડ ફ્લોર ઓફિસ નં.૨૦૩ને સીલ, પંચનાથ મેઇન રોડ પર આવેલ એક યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨ લાખનો ચેક આપેલ, સોની બજાર મેઇન રોડ પર આવેલ સુવર્ણ કલા સેકન્ડ ફ્લોર શોપ નં-૨૧૩ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૯,૬૭૦, નવાનાકા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨ લાખ, સુભાષ રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, પંચનાથ પ્લોટમાં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૭૦ લાખ, વોર્ડ નં-૧૩માં ગોંડલ રોડ પર આવેલ ૨-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૧૮ લાખનો ચેક આપેલ, સમ્રાટ ઇન્ડ,એરીયામાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૦,૦૦૦નો ચેક આપેલ, વોર્ડ નં-૧૪માં ૮૦ ફૂટ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૦,૦૦૦, મીલપરા મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૯૩,૯૮૦, વોર્ડ નં-૧૮માં શિવ શ્રદ્ધા પાર્કમાં આવેલ મંત્રગતી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૨ ને સીલ, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, બોલબાલા મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, ઢેબર રોડ પર આવેલ ગણેશ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૬ સીલ, કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૦,૮૮૦, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૭,૨૭૮, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૨,૨૦૦, કોઠારીયા રિંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૧ લાખ નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૨,૨૦૦નો ચેક આપેલ, કોઠારીયા રિંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૯,૬૦૦નો ચેક આપેલ, રામનગરમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮૮,૦૦૦નો ચેક આપેલ, સદભાવના ઇન્ડ.એરીયા ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૮,૧૦૭, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટ સીલ કરવા સહિતની કામગીરી કરાઇ હતી.
ઉપરોક્ત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ લેવલ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech