શિયાળે સત્તાવાર રીતે હજુ વિદાય લીધી નથી પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાયમાં ઉનાળા જેવી ગરમી શ થઈ ગઈ છે. ઠંડીનો ચમકારો કે ફલ ગુલાબી ઠંડી જેવા શબ્દનો પ્રયોગ ન થઈ શકે એટલી હદે લઘુતમ તાપમાનના પ્રમાણમાં વધારો જોવા મળે છે.
દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાયમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી થી વધુ રહ્યું છે અને તેમાં ૩૪.૪ ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતભરમાં સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે.
સામાન્ય રીતે ગરમીનું વધુ પ્રમાણ કચ્છમાં અને ડીસામાં જોવા મળતું હોય છે. પરંતુ ભુજમાં ૩૪.૨ નલિયામાં ૩૩.૧ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં ૩૧ પોરબંદરમાં ૩૨ વેરાવળમાં ૩૨.૩ અમદાવાદમાં ૩૨.૫ ડીસામાં ૩૨.૧ ગાંધીનગરમાં ૩૧.૪ વડોદરામાં ૩૧.૮ અને સુરતમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત વલ્લભ વિધાનગરમાં ૩૧.૩ દમણમાં ૩૦ સુરેન્દ્રનગરમાં ૩૩.૩ મહત્પવામાં ૩૧.૪ કેશોદમાં ૩૨ ડાંગમાં ૩૩ અને જામનગરમાં ૩૧.૨ ડીગ્રી મહતમ તાપમાન રહેવા પામ્યું છે.
લઘુતમ તાપમાન પણ સતત ઉંચે જઈ રહ્યું છે. આજે ભુજમાં ૧૭.૮ નલિયામાં ૧૩.૨ ભાવનગરમાં ૧૭.૬ દ્રારકામાં ૧૯.૮ ઓખામાં ૨૧.૨ રાજકોટમાં ૧૫.૪ અને વેરાવળમાં ૧૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા બે દિવસથી ૯૦ ટકા રહ્યા પછી આજે તે ઘણું ઘટી ગયું છે અને સરેરાશ ૬૦% આસપાસ ભેજ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ–ચાર દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં ખાસ ફેરફાર રહેશે નહીં.
દરમિયાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સકર્યુલેશન ની અસરના ભાગપે જમ્મુ કશ્મીર અને હિમાલયન રિજીયનમાં અને પૂર્વના રાયોમાં વરસાદ ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech