રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ચોકડીએ ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતા કોંગી અગ્રણી વિજયસિંહ ભરતસિંહ જાડેજા ઉ.વ.૪૫ને જૂનાગઢના લાલા મુસ્લિમ નામના શખસે તમારી ૫૦ લાખમાં માતૃકૃપા ટ્રાવેલ્સવાળા મેહત્પલસિંહ જાડેજાએ હત્યા કરવાની સોપારી આપી છે, મારે હત્યા નથી કરવી ત્રણ દિવસ ફોન બધં કરીને ગાયબ રહેજો મને નાણા મળી જશે કહી ધમકી આપ્યાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને અગાઉ પણ વાંધા પડયા હોવાથી ફરિયાદમાં આરોપમાં સત્ય શું છે ? તે ચકાસવા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં મુકાયેલા આરોપોની વિગતો મુજબ ગત સાહે તા.૯ના રોજ વિજયસિંહ પોતાની સ્કોર્પીયો કાર લઈને જતા હતા ત્યારે ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પપં પાસે બુકાની ધારી શખસ બુલેટ લઈને ધસી આવ્યો હતો. કાર રોકાવીને બુકાની દુર કરતા ફરિયાદી વિજયસિંહ લાલો મુસ્લિમ હોવાનું જાણી ગયા હતા. લાલો કારમાં બેસી ગયો હતો અને તમારી ૫૦ લાખમાં હત્યાની મેહત્પલસિંહે સોપારી આપ્યાનું કહ્યું હતું. લાલાએ ૨૭ નવેમ્બરના રોજ વિજયસિંહને વોટસએપ કોલ કર્યેા હતો ત્યારે વિજયસિંહે ઓફિસે આવવા કહ્યું હતું પણ લાલો ગયો નહતો.
લાલાએ વિજયસિંહને કહ્યું કે, તમારો ફોન ત્રણ દિવસ સ્વીચઓફ રાખજો હત્પં કહત્પં તેમ કરજો કહેતા વિજયસિંહે ત્રણેક દિવસ વિચારવા સમય આપવા કહ્યું હતું અને બન્ને છૂટા પડી ગયા હતા.
ફરી બે દિવસ તા.૧૧ના રોજ લાલો વિજયસિંહની ઓફિસ પર ગયો હતો અને કહ્યું કે, હવે મને ઉપરથી દબાણ છે અને હવે આપણી આ છેલ્લ ી મુલાકાત છે. એ દિવસે રાત્રે સાડા અગ્યાર વાગ્યાના અરસાએ લાલાએ ફરી વિજયસિંહને રાજકમલ પપં પાસે અટકાવીને બુલેટમાં બેસાડીને લઈ ગયો હતો.
ગોંડલ રોડ પર નિર્જન જેવી જગ્યાએ લાલો લઈ જતો હતો જયાં રસ્તામાં વિજયસિંહે કહ્યું કે, હત્પં ઘરેથી રૂપિયા મંગાવી લઉ અહીં ઉભા રહીએ. બુલેટ થંભાવતા જ વિજયસિંહ ત્યાંથી ભાગી છૂટયા હતા. આરોપી લાલો હત્યા કરવા ન્હોતો માંગતો પણ વિજયસિંહને કબજામાં રાખી તેનો ત્રણ દિવસ ફોન બધં રાખે એટલે તેને સોપારીના નાણા મળી જાય અને તેનું કામ થઈ જાય તેવો લાલાનો હત્યાનું ડીંડક કરવાનો ઈરાદો હતો. સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે આરોપીના ઈરાદા અને વિજયસિંહના ફરિયાદના આરોપમાં સત્ય શું છે તે જાણવા તપાસ આરંભી છે.
ફરિયાદી વિજયસિંહે અગાઉ પણ મેહત્પલસિંહ સામે ધંધાકીય હરીફાઈમાં પોતાની બસને આગ ચાંપી દીધાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. બન્ને વચ્ચે ધંધાકીય વિવાદ ચાલતો હોવાથી વધુ એક આવી ફરિયાદ ફરી નોંધાઈ છે. વિજયસિંહ કોંગ્રેસ અગ્રણી હોવાનું અને બે વખત વોર્ડ નં.૧૩માં કોર્પેારેટર તરીકે ચૂંટણી લડી પરાજીત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech