જે ગુનામાં પોલીસે આરોપી એવા ભાગીદારની ધરપકડ કરી હતી. જેના રિમાન્ડ માંગતા ચીફ કોર્ટ દ્વારા આરોપીઓની રિમાન્ડ માંગતી પોલીસની રિમાન્ડ અરજી નામંજુર કરી હતી.
આ કેસની હકીકત મુજબ ફરિયાદી આનંદ ગિરધરભાઈ કણસાગરા અને આરોપી અમિત પ્રફુલચંદ્ર કાચા તથા અન્ય આરોપીઓએ ભાગીદારીમાં ઓડીસા મુકામે કારખાનું ચાલુ કર્યું હતું અને જે કારખાનું ચાલતું ના હોઈ અને લોક ડાઉન આવતા આવક બંધ થતાં કારખાનામાંથી છુટ્ટા થઇ ગયા હતા અને ભાગીદારી પેટે અરજદારને રૂપિયા ૭૫ લાખ અને અન્ય આરોપીઓના દોઢ કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. રકમ ફરિયાદીએ આરોપીઓને ચુકવવાની ન હોવા છતાં પૈસાની માંગણી કરી જાહિર સંઘવાણીને રકમ કાઢવી આપવા હવાલો આપ્યો હતો. જેથી જાહિદ અને તેની સાથે અન્ય ૮ શખ્સોએ યુનિવર્સીટી રોડ પરથી નંબર પ્લેટ વગરની સ્કોર્પિઓ કારમાં અપહરણ કરી ચાલુ ગાડીએ માર મારી હનુમાન મઢી આગળ અને ત્યાંથી રૂખડિયાપરામાં માલ ઢોર બાંધવાના ખુલ્લા વાડામાં જઇ પાઇપ વડે માર મારી અમિતભાઈ કાચાને રૂ.50 લાખ આપવાના છે. અને રવીવાર સુધીમાં આપી દઈશ તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. તેમજ રૂ.5 લાખ નહિ દે તો તારા ઘરે આવી તારી છોકરીને છરીના ઘા મારી દઈશ તેવી ધમકી પરત મૂકી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા યુનિવર્સીટી આરોપી અમિતની અટક ૪ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જે રિમાન્ડ અરજી કોર્ટ દ્વારા નામંજુર કરી આરોપીને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના ખ્યાતનામ ધરાસાસ્ત્રી અશ્વિનભાઈ ગોસાઈ, ચિત્રાંક એસ. વ્યાસ, નેહા પી.રાવલ, રવિ મુળીયા, કશ્યપ ઠાકર, બિનાબેન પટેલ, ભાવિન રુઘાની, હાજીભાઇ કાંતેલિયા, સાગર પ્રજાપતિ, સચિન ગોસ્વામી, રાજુભાઈ ગોસ્વામી, યસ ભીંડોરા, વૈશાલી ચાવડા, પ્રશાંત શુક્લા અને ધનરાજસિંહ જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech