સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાન 6 ડિસેમ્બર, શુક્રવારની સવારે ફ્લાઈટ દ્વારા મુંબઈથી દુબઈ જવા રવાના થયો છે. તે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતો. બોડીગાર્ડ શેરા અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ સાથે જોવા મળ્યા હતા. સલમાને સ્માઈલ આપી અને કેમેરા સામે પોઝ આપ્યો અને ઝડપથી નીકળી ગયો હતો. બ્લેક શર્ટ અને બ્લુ ટ્રાઉઝર પહેરેલા સલમાને કેપ પહેરી હતી.
સલમાન એક ઈવેન્ટને લઈને દુબઈ ગયો છે
અહેવાલો અનુસાર, સલમાન ખાન તેની એક ઈવેન્ટને કારણે દુબઈ જવા રવાના થયો છે. તે 7 ડિસેમ્બરે દુબઈમાં અદા-બેંગ ધ ટૂરમાં પરફોર્મ કરશે. આ જ કારણ છે કે તે અચાનક દુબઈ જઈ રહ્યો છે. સલમાન ખાનને ઘણા સમયથી ધમકીઓ મળી રહી છે. તેમ છતાં તે પોતાના કાર્ય પ્રતિબદ્ધતાથી પાછળ હટ્યો નથી.
સલમાનની જગ્યાએ ફરાહ ખાન હોસ્ટ કરશે વીકેન્ડ કા વાર
સલમાન શુક્રવારે 'વીકેન્ડ કા વાર'નું શૂટિંગ કરવાનો હતો, પરંતુ તે પહેલા જ તે મુંબઈની બહાર નીકળી ગયો છે. અહેવાલો છે કે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન તેની જગ્યાએ 'વીકેન્ડ કા વાર' હોસ્ટ કરશે. અગાઉ પણ ફરાહ સલમાનની ગેરહાજરીમાં 'બિગ બોસ'ની જવાબદારી સંભાળી ચૂકી છે.
કડક સુરક્ષાને ભેદી ન શક્યા શૂટર
ગઈકાલે બાબા સિદ્દીકી હત્યા કેસમાં ખુલાસો થયો હતો કે, આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, સલમાન ખાનનું નામ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના હિટલિસ્ટમાં હતું. પરંતુ સલમાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન સુધી પહોંચી શક્યા નહોતા. સલમાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે તેને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech