પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી હોવા છતાં, મોટાભાગના કિસ્સાઓમાં તેમના પતિ અથવા પરિવારના અન્ય સભ્યો તેમને તે સ્થાન અને જવાબદારી લેવાની મંજૂરી આપતા નથી જેના તેઓ હકદાર છે. મહિલા જનપ્રતિનિધિઓના પતિ કે સંબંધીઓ માટે હવે આવું કરવું મોંઘુ સાબિત થઈ શકે છે. પંચાયત મંત્રાલય પંચાયતી રાજની ત્રણેય સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિના કામમાં પતિ દ્રારા દખલગીરીને ગુનો બનાવીને કડક દડં લાદવાની તૈયારી કરી રહ્યું છે. તેવી જ રીતે, પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે, તમામ શ્રેણીઓમાં લઘુત્તમ શાળા સ્તરનું શિક્ષણ ફરજિયાત બનાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા ઘણા રાયોમાં, પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિ અથવા વડાનું કામ તેમના પરિવારના પુષો દ્રારા સંભાળવામાં આવે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટના ૬ જુલાઈ ૨૦૨૩ ના આદેશ પર, પંચાયતી રાજ મંત્રાલયે ભૂતપૂર્વ ખાણ સચિવ સુશીલ કુમારની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરી હતી. તાજેતરમાં સમિતિએ પંચાયતી રાજ મંત્રાલયને અહેવાલ સુપરત કર્યેા છે.
સલાહકાર સમિતિએ સ્વીકાયુ કે પંચાયતી રાજ સંસ્થાઓના ત્રણેય સ્તરોમાં મહિલાઓને અનામત આપવામાં આવ્યું હોવા છતાં, પિતૃસત્તાક ધોરણો, મર્યાદિત કાનૂની સુરક્ષા અને સામાજિક–સાંસ્કૃતિક અવરોધોને કારણે મહિલાઓને હજુ પણ સંપૂર્ણ અધિકારો મળ્યા નથી. સમિતિએ ઐંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને 'પંચાયતી રાજ પ્રણાલીઓ અને સંસ્થાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને ભૂમિકાઓમાં પરિવર્તન: પ્રોકસી ભાગીદારીના પ્રયાસોનો અંત' શીર્ષક સાથે એક અહેવાલ તૈયાર કર્યેા. આમાં ઘણી ભલામણો કરવામાં આવી છે. મંત્રાલયે આ અહેવાલને મંજૂરી આપી દીધી છે. હવે આ અંગે સરકારી સ્તરે નિર્ણય લેવામાં આવશે.
સમિતિ દ્રારા ચાર વર્કશોપ યોજાયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ત્રિપુરા, અણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમે આમાં ભાગ લીધો છે.
૧૯૯૨ના ૭૩મા બંધારણીય (સુધારા) અધિનિયમમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં ૨૧ રાયો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોએ આ જોગવાઈનો વિસ્તાર કર્યેા છે. કેટલાક રાયોમાં અનામત મર્યાદા વધારીને ૫૦ ટકા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech