ગારિયાધારના નાનાચારોડીયા ગામેથી રોકડ રૂ.૧૪,૪૧૦ ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.ના માણસો ગારીયાધાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, નાનાચારોડીયા ગામે લલીતસિંહ બળવંતસિંહ ગોહિલની માળ વિસ્તારમાં આવેલ વાડીની બાજુમાં આવેલ નેરામાં જાહેરમાં અમુક માણસો તીનપત્તીનો પૈસા પાના વતી હાર-જીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ભરત ગોવીંદભાઇ દેથાણી (ઉ.વ.૪૨ રહે.મોટીવાવડી, તા.ગારીયાધાર જી.ભાવનગર), જેસીંગ સોમાભાઇ ગોહિલ (ઉ.વ.૫૫ રહે. પંચમુખી હનુમાન પાસે, પાલીતાણા રોડ, ગારીયાધાર, જી.ભાવનગર), લલીતસિંહ બળવંતસિંહ ગોહિલ (ઉ.વ.૩૯ રહે. નાના ચારોડીયા તા.ગારીયાધાર જી.ભાવનગર), બુધા નારણભાઇ સરવૈયા (ઉ.વ.૫૨ રહે.મોટી વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર), નરેન્દ્રસિંહ દિલુભા ગોહિલ (ઉ.વ.૫૫ રહે.સમઢીયાળા (મુલાણી) તા.પાલીતાણા જી.ભાવનગર)અને ભરત બાવચંદભાઇ મકવાણા (ઉ.વ.૫૭ રહે.સમઢીયાળા (મુલાણી) તા.પાલીતાણા જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના અને રોકડ રૂ.૧૪,૪૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બીજલભાઇ કરમટીયા, જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech