નામ બદલાવી હિન્દુ વિધવા મહિલાનું લગ્નનની લાલચ આપી આઠ વર્ષથી યૌન શોષણ કરનાર કુખ્યાત યાસીન ઉર્ફે ભુરા સામે અંતે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.આરોપી નાસી ગયો હોય પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દુષ્કર્મના આ બનાવ અંગે વિધવા મહિલા દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના જામનગર રોડ પરના સ્લમ કવાર્ટર સામે લખા બાપાની વાડીમાં આવેલા મકાનમાં રહેતાં અને થોડા સમય પહેલાં જ ગુજસીટોકમાં જામીન પર છુટેલા યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કૈયડાનું નામ આપવામાં આવ્યું છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, 18 વર્ષ પહેલા તેણે લવમેરેજ કયર્િ હતા. સંતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. પુત્ર જયારે દોઢ વર્ષનો હતો ત્યારે પતિએ આપઘાત કરી લીધો હતો. ત્યારથી પુત્ર સાથે પિયરમાં રહેવા જતી રહી હતી.આઠેક વર્ષ પહેલાં મોબાઈલ રીચાર્જ કરાવવા ગઈ ત્યારે યાસીન ઉર્ફે ભુરાનો પરિચય થતાં મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી.બાદમાં અવાર-નવાર તેની સાથે વાતચીત કરતી હતી. એકબીજાને રૂબરૂ પણ મળતા હતા.તેનો પુત્ર પણ મળતો હતો. એક દિવસ પુત્રએ કહ્યું કે મમ્મી હું આને ડેડી કહીને બોલાવું. જેને કારણે તેને પણ યાસીન ઉર્ફે ભુરા પ્રત્યે લાગણી થતાં તેનું નામ પૂછતાં રાહુલ કહ્યું હતું. એટલું જ નહીં પોતે હિન્દુ હોવાનું અને છૂટાછેડા થઈ ગયાનું કહ્યું હતું. સાથો-સાથ પોતાના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરાવી હતી. બાદમાં કહ્યું કે આપણે રીલેશનશીપમાં રહી બાદમાં લગ્ન કરી લઇશું.
લગ્નની લાલચ આપી મરજી હોય કે ન હોય તો પણ ધરાર શરીર સંબંધ બાંધતો હતો.ત્યારબાદ યાસીન ઉર્ફે ભુરાની ગુજસીટોકમાં અટકાયત થઈ હતી.જેમાં સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. થોડા સમય પહેલાં જેલમાંથી છુટી ઘરે આવ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેના વિશે મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાતચીત કરતી હોવાની ચડામણી કરતાં તેની ઉપર શંકા-કૂશંકા કરી મારકૂટ શરૂ કરી દીધી હતી. તે નાના મોટા કામ કરી જે પણ કમાતી તે યાસીન ઉર્ફે ભુરો બળજબરીથી લઈ વાપરી નાખતો હતો. લગ્નનું કહેતાં બહાના બતાવતો હતો. ફરીથી તેને લગ્ન કરવાનું કહેતાં ગાળો ભાંડી, મારકૂટ કરી હતી.જેથી કંટાળી જઇ અંતે મહિલાએ આ ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech