જેપુર ગામમાં પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્નાર મધ્યપ્રદેશ આંતરરાજ્ય આદિવાસી ગેંગના એક ઈસમને ઝડપી લઈને પોલીસે 1.50 લાખની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. 20-05-24 ના રાત્રીથી તા. 21-05-24 ના સવાર દરમિયાન ફરીયાદી કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયા અને અલગ અલગ 04 મકાન સહીત કુલ 5 મકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમેં તપાસ ચલાવી હતી જે ચોરીના ગુનાને અંજામ આપ્નાર આરોપીઓ પૈકી રેમસિંગ નામનો ઇસમ હાલ ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં રિયાસત અબ્દુલની વાડીએ હોવાની બાતમીને આધારે સ્થળ પર તપાસ કરતા આરોપી રેમસિંગ સોરેસિંગ ઉર્ફે સોરસિંગ વેરસિંગ સિંગાડ (ઉ.વ.22) રહે હાલ ટોળ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો
જે આરોપીની સઘન પૂછપરછ કરતા પોતાના મિત્રો સાથે મળીને ગુનો આચયર્નિી કબુલાત આપી હતી પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ 1,50,000 મળી આવતા કબજે લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે જે ગુનામાં અન્ય આરોપીઓ ધનિયા બનુ અલાવા, રાકેશ પીરભા અલાવા અને દીપક ઉર્ફે દીપા રમેશ સેંગર રહે ત્રણેય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે ચોરીનો મુદામાલ ખરીદનાર આરોપી ગોરા ઉર્ફે ગૌરવ જૈન રહે મધ્યપ્રદેશ વાળાનું નામ ખુલ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech