રાજકોટનાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ (જીઆઈએસએફ)ના એકમના સુપરવાઈઝર જગુ રામભાઈ વાજા ઉ.વ.૪૭ને રાજકોટ એસીબીએ ગાર્ડ પાસેથી લાંચ લેતાં રંગેહાથ પકડી લીધા બાદ એવી પણ તપાસ હાથ ધરાઈ છે કે લાંચ લેનાર સુપરવાઈઝર અન્ય ગાર્ડ કે કર્મીઓ પાસેથી આવી રીતે લાંચ મેળવતો હતો કે કેમ?
જીઆઈએસએફના ગાર્ડ (જવાનો) રાજકોટમાં સરકારી કચેરીઓ પર ફરજ પર મુકાતા હોય છે. એક કચેરીમાં નોકરી કરતા ગાર્ડ પાસેથી તેની નોકરીનો પોઈન્ટ ન બદલવા ખોટી રીતે કોઈ હેરાનગતિ નહીં કરવાની બાબતે ગાર્ડ પાસેથી સુપરવાઈઝર જગુએ લાંચ માગી હતી. ગાર્ડે એસીબીમાં ફરિયાદ આપતા ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના વડપણ હેઠળ પીઆઈ એ.આર.ગોહિલ તથા સ્ટાફે ટ્રેપ ગોઠવી હતી.
આરોપીને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે લાંચના રૂપિયા આપવા બોલાવાયો હતો જયાં એસીબીની ટીમ છટકું ગોઠવીને ઉભી હતી. ગાર્ડ પાસેથી ૧૦૦૦ રૂપિયાની લાંચ લેતાજ પકડી લેવાયો હતો. આરોપી છેલ્લ ા ૨૬ વર્ષથી જીઆઈએસએફમાં નોકરી કરતો હોવાથી તે આવી રીતે અન્ય ગાર્ડસ પાસેથી પણ લાંચ લેતો હશે? કોની કોની પાસેથી નાણા લેતો હતો? સહિતના મુદ્દે આરોપીની પૂછતાછ આરંભી હતી. લાંચ કેસ થતા જીઆઈએસએફ કચેરીના સંબંધીત અધિકારીઓને પણ એસીબી દ્રારા લેખિત જાણ કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech