ફડ ડિલિવરી એપ સ્વિગીના ડિલિવરી બોયનો ગુગ્રામમાં જૂતાની ચોરી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૯ એપ્રિલનો છે. ડિલિવરી બોય ગુગ્રામમાં એક લેટની બહાર રાખેલા શૂઝની ચોરી કરતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો રોહિત અરોરા નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કર્યેા છે. ૧૧મીએ શેર કરાયેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિલિવરી બોય દ્રારા ચોરી કરાયેલા શૂઝ તેના મિત્રના છે. ખાસ વાત એ છે કે સ્વિગી કસ્ટમર સર્વિસ સેન્ટરે પણ રોહિતની ફરિયાદનો જવાબ આપ્યો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળે છે કે આ ડિલિવરી બોય સીડી ઉપર આવે છે અને ડોરબેલ વગાડે છે. કેટલાક ચપ્પલ અને શૂઝ દરવાજા પાસે રાખેલા જોવા મળે છે. આ ડિલિવરી બોય થોડીવાર એ શૂઝને જુએ છે. થોડીવાર પછી, એક મહિલા દરવાજો ખોલે છે અને પાર્સલ લે છે. ડિલિવરી બોય થોડી સીડીઓ ઉતરે છે અને થોડીવાર ત્યાં ઉભો રહે છે. તે તેના માથા પર મૂકેલો માલ કાઢે છે અને તેનાથી પોતાનો ચહેરો લૂછી લે છે. આજુબાજુ જોયા પછી, તે ફરીથી ચુપચાપ સીડીઓ ચઢે છે અને પછી લેટની બહાર રાખેલા બૂટને તે જ માલમાં લપેટીને ત્યાંથી ભાગી જાય છે. ડિલિવરી બોયની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. ટૂંક સમયમાં સ્વિગીએ પણ આ પોસ્ટની નોંધ લીધી અને એપએ કહ્યું, 'હાય રોહિત, અમે અમારા ડિલિવરી પર્સન પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ.
અમે ડાયરેકટ મેસેજ પર વાત કરીએ છીએ જેથી અમે તમને વધુ સારી મદદ કરી શકીએ. સ્વિગીના આ જવાબ પર રોહિતે ફડ ડિલિવરી એપને કહ્યું, 'એટલીસ્ટ એ શૂઝના પૈસા તો પરત કરો. તે નાઇકી કંપનીના છે, સસ્તા નથી અને તેમને આ રીતે ગુમાવવા યોગ્ય નથી. યુઝરે તેના કોમેન્ટ સેકશનમાં એ પણ જણાવ્યું કે તેણે સ્વિગી ડિરેકટરને મેસેજ કર્યેા હતો પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech