દરેક જગ્યાએ દારૂ પીવાના શોખીન લોકો જોવા મળશે. આ શોખીન લોકો માટે દારૂ પણ વિવિધ સ્વાદ અને બ્રાન્ડ્સમાં આવે છે પરંતુ આજે એવા એક ખાસ દારૂ વિશે જાણો કે જેનો સ્વાદ અન્ય દારૂ કરતા ઘણો અલગ હોય છે. ઘણા દેશોમાં આ દારૂના ચાહકો મળશે. દર વર્ષે 2જી જુલાઈને રાષ્ટ્રીય એનિસેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એનિસેટ એ વરિયાળીનો સ્વાદવાળો દારૂ છે જે યુરોપિયન દેશોમાં લોકપ્રિય છે. ત્યાં નેશનલ એનિસેટ ડે પર ઉજવવામાં આવે છે. જે એનિસેટના અનન્ય સ્વાદને પ્રકાશિત કરે છે. વરિયાળી અથવા બાદીયામાંથી બનાવવામાં આવે છે. આ વરિયાળી ફ્લેવર્ડ દારૂ ઇટાલી, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સમાં લોકપ્રિય છે. તે વરિયાળીને ગાળીને બનાવવામાં આવે છે.
વરિયાળીના પાણીનો ઉપયોગ મોટાભાગે કેટલાક દેશોમાં ધાર્મિક વિધિઓ માટે થાય છે. એનિસેટને ઘણીવાર એપેરિટિફ અથવા પાચક તરીકે લેવામાં આવે છે. એનીસેટ એ વરિયાળીમાંથી બનેલો દારૂ છે. તે એક વિશિષ્ટ લિકરિસ સ્વાદ ધરાવે છે અને તેનો ઉપયોગ વિવિધ લિકરિસ-સ્વાદવાળી કોકટેલમાં થાય છે. દારૂ પ્રેમીઓમાં જાગૃતિ વધારવા માટે પશ્ચિમી દેશોમાં રાષ્ટ્રીય વરિયાળી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહેવાલો અનુસાર આ દિવસે અનિસેટ વરિયાળીનો સ્વાદ ચાખવામાં આવે છે અને 'જસ્ટ વન પેગ ઓફ અનિસેટ' થીમ પર પાર્ટી રાખવામાં આવે છે.
પ્રાચીન ઇજિપ્તમાં આ હેતુ માટે થતો હતો ઉપયોગ
તે એક પ્રકારનો સુગંધિત દારૂ છે. જેમાં વરિયાળીનો મીઠો-લીકોરીસ સ્વાદ હોય છે. તેનો ઉપયોગ કોકટેલ, મીઠાઈ અને પેસ્ટ્રીમાં થાય છે. વરિયાળી તેના આયુર્વેદિક ગુણધર્મો માટે જાણીતી છે અને તે અન્ય દારૂ કરતાં મીઠી છે. પ્રાચીન ઇજિપ્તમાં હીલિંગમાં વપરાતી એનિસેટ યુરોપિયન એનિસેટ કરતાં વધુ સૂકી છે. કેટલાક વિસ્તારોમાં ધાણા અને ફળોનો પણ વરિયાળીના દારૂમાં સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech