ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ, ફ્લાઈટ, હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. ત્યારે હવે અમદાવાદમાં એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તેની પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ કરનારે કારણમાં લખ્યું છે કે, હૈદરાબાદના રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.
ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઈ-મેઈલ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે આઈપીએલની ફાઇનલ વચ્ચે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં એસપી રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-ડીઈઓ કચેરીને જાણ કરી છે. રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી અપાઈ છે.
આ અંગે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળતાં સ્કૂલે પોલીસને અને ડીઈઓ કચેરીને જાણ કરી છે. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલને સપોર્ટ કરવા પોલીસને જાણ કરવામાં આવી છે. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા પણ જણાવવામાં આવ્યું છે.
ઈ-મેઈલમાં શું લખવામાં આવ્યું છે?
સ્કૂલને જે ઈ-મેઈલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. મેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સવાલ ઉઠાવાયો છે કે દિવિજનાં માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech