રસ્તા વચ્ચે રેતીનો ઢગલો નડતર રૂપ હોવાથી હટાવી લેવાનું કહેતા યુવકને તું દોઢો થામાં તને એક નેજ રેતીનો ઢગલો નડે છે ? રસ્તો તારા બાપુજીનો નથી કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકએ બંધુઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખાંભાના જીકીયાળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા સંજય પ્રેમજીભાઈ ગોહિલ (ઉ.વ.38) નામના યુવકએ ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રાજેશ ઉર્ફ રાજુભાઇ વાલજીભાઇ નસીત અને તેના ભાઈ નરેશ વાલજીભાઇ નસીત ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારી પત્ની ઘરે જતા હતા ત્યારે રસ્તામાં રાજેશભાઈના મકાનનું કામ ચાલુ હોય અને બે મહિનાથી રેતીનો ઢગલો રસ્તામાં પડ્યો હોવાથી આવવા જવામાં નડતરરૂપ થતો હોવાથી મેં રાજેશભાઈને રેતીનો ઢગલો લઇ લેવા માટેનું કહેતા રાજેશભાઈ કહેવા લાગ્યા હતા કે તું દોઢીનો થામા, આખું ગામ બીજા રસ્તેથી હાલે છે,
આ રસ્તો તારા બાપુજીનો નથી, કહી જ્ઞાતિ પ્રત્યે ગાળો આપી હતી એવામાં તેનો ભાઈ નરેશ ઘરની બહાર નીકળી આજે તો આને કાપી જ નાખવા છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માથાફૂટ કરવા લાગ્યા હતા. એવામાં મારા માતા-પિતા આવી જતા અમને છુટા પાડ્યા હતા. જતા જતા રાજેશભાઈએ મને બીજા રસ્તેથી નીકળવા સૂચના આપી હતી. અને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર હું કોઈથી બીતો નથી તેમ કહ્યું હતું. પોલીસે યુવકની ફરિયાદ પરથી બંને ભાઈઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech