મોરબીના ગોકુલનગર વિસ્તારમાં અગાઉ રસ્તા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી ૧૧ ઇસમોએ ગેરકાયદે મંડળી રચી યુવાનને ગાળો આપી ઢીકા પાટું માર મારી ઐંઘો કુવાડો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છેગોકુલનગર પાછળ જાગાની વાડીમાં રહેતા રોહિતભાઈ શાંતિલાલ કણઝારીયાએ આરોપીઓ હંસરાજ શામજીભાઈ, રતિલાલ કેશવજી ડાભી, દિનેશ શામજીભાઈ, સુરેશ છગનભાઈ, કેશા ભીમાભાઇ ડાભી, સંજય છગનભાઈ ડાભી, પ્રવીણ કેશવજીભાઈ ડાભી, મુકતાબેન છગનભાઈ, લીલીબેન કેશવજીભાઇ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી અને કિરણબેન રતિલાલ ડાભી રહે બધા ગોકુલનગર પાસે મોરબી વાળા વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેમાં જણાવ્યું છે કે ૧૫ ઓગસ્ટના રોજ રોહિત કણઝારીયા પોતાનું બાઈક લઈને ઉમિયા સર્કલથી ઘર જતા હોય ત્યારે રસ્તામાં ખુબ ગારો હોય અને જેસીબીથી રસ્તાનું કામ ચાલુ હોય જેથી જેસીબી ડ્રાઈવર સાથે વાતચીત કરવા ઉભો રહ્યો હતો ત્યારે હંસરાજ શામજી, રતિલાલ ડાભી આવી રસ્તા બાબતે વાત કરી ગાળો આપવા લાગ્યા હતાતેવામાં દિનેશ શામજીભાઈ આવીને બોચી પકડી તેમજ સુરેશ ડાભી કુવાડો લઈને આવી સંજય ડાભી છરી લઈને આવ્યો તેમજ મહિલાઓ સહિતના આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને વાળ પકડી ઢીકા પાટું મારતા હતા ત્યારે ઐંઘા કુવાડાનો ઘા મારી ઈજા કરી આજે તને જીવતો નહિ મુકું કહીને માર મારતા હોય ત્યારે અન્ય લોકો આવી છોડાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આમ અગાઉ રસ્તા બાબતે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી મહિલાઓ સહિતના ૧૧ આરોપીઓએ યુવાનને ઐંઘા કુવાડા વડે માર મારી ઈજા કરી ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech