વરસાદ સાથે વીજળીનો આતંક! રાજકોટમાં ગગનભેદી કડાકા, જુઓ LIVE તસવીરો

  • June 14, 2025 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે સવારથી અસહ્ય બફારા અને આકરી ગરમી બાદ સાંજે વાતાવરણે અચાનક પલટો ખાધો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોતજોતામાં જ ભારે પવન સાથે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ શરૂ થયો.




વીજળી જાણે તાંડવ મચાવી રહી હોય તેમ કડાકા-ભડાકા એટલા તીવ્ર હતા કે શહેરની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી. આંખો સામે વીજળીના ચમકારા અને તેના ગગનભેદી અવાજોથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ભયાવહ દ્રશ્યો લગભગ સવા કલાક સુધી જોવા મળ્યા હતા.




માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં રાજકોટમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. વીજળીના પ્રકોપ અને ભારે વરસાદને કારણે શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ LIVE તસવીરો રાજકોટમાં મેઘરાજા અને વીજળીના રૌદ્ર સ્વરૂપનો અંદાજ આપે છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News