રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર કાંગશીયાળી પાસે રહેતા પટેલ કારખનોદાર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.યુવાન ભુણાવા પાસે પીવીસી પાઇપનું કારખાનું ચલાવતો હતો.યુવાને આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.બનાવના પગલે પટેલ પરિવારમાં માતમ છવાય ગયો હતો.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કાંગશીયાળી પાસે કલ્પવન નજીક એન્ટલાટિક સિટીમાં રહેતા પટેલ કારખાનેદાર યુવાન પારસ દિનેશભાઇ જારપરીયા(ઉ.વ ૨૯) રાત્રે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.બનાવની જાણ થતા પોલીસે જરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મૂળ જામકંડોરણાના મોટા ભાદરા ગામનો વતની પારસ બે ભાઇના પરિવારમાં નાનો હતો.યુવાનના ચાર વર્ષ પૂર્વે લ થયા હતાં.હાલ તેની પત્ની જસદણ માવતરે છે. યુવાનને ગોંડલના ભુણાવા પાસે પીવીસી પાઇપનું કારખાનું આવેલું છે.આર્થિક ભીંસથી કંટાળી જઇ યુવાને આ પગલું ભરી લીધું હોવાનું મળ્યું છે.બનાવના પગલે યુવાનના પરિવારમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.
જયારે અન્ય એક બનાવમાં રાજકોટમાં ખડિયાપરા પાસે આવેલા રાજીવનગર–૩ માં રહેતા શબ્બીર યુસુફભાઈ જાડેજા(ઉ.વ ૪૪) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડામાં આવ્યો હતો.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.યુવાનને સંતાનમાં બે પુત્ર છે.યુવાન અગાઉ બંગળીના કારખાનામાં મજુરીકામ કરતો હતો.પણ છેલ્લા ત્રણ માસથી કોઇ કામ ન હોય અને બે માસથી લોનના હા ચડી ગયા હોય ઉપરાંત બે પુત્રમાંથી એક પુત્રને બ્લડ કેન્સર હોય તેની સારવાર સહિતની બાબતોને લઇ ચિંતામાં મૂકાઇ ગયેલા યુવાને તેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવ અંગે પ્ર.નગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech