કલ્યાણપુર પંથકમાં રહેતા એક રાજસ્થાની શ્રમિક પરિવારની દસ વર્ષની પુત્રીને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી વાહનચાલક લઈને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વનોરપુરા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા રોશનભાઈ આસુલાલ ભીલ નામના 37 વર્ષના યુવાનની 10 વર્ષની પુત્રી પૂનમ ગઈકાલે શુક્રવારે બપોરના સમયે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પરથી દૂધની થેલી લઈને પરત આવી રહી હતી. અહીં રોડ ક્રોસ કરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે પૂનમને ઠોકરે લીધી હતી. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક પૂનમબેનના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech