હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી ૬ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્ર્રના બે ઈસમો માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવાની ફિરાકમાં છે જેની પાસે રહેલ બાઈક જીજે ૩ એફજે ૧૫૩૫ લઈને ગાંજાનો જથ્થો લઈને બંને નીકળવાના છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા–હળવદ રોડ પર નવા ઘનાળા પાટિયાથી નવા ઘનાળા ગામ જતા રસ્તા પરથી આરોપી અણ કાલુંસિંગ પટલે અને જાકેશ કાલુંસિંગ પટલે રહે બંને હાલ પ્રતાપગઢ તા. હળવદ વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી ગાંજો વજન ૬ કિલો ૮૯૦ ગ્રામ કીમત ૬૮,૯૦૦ એક મોબાઈલ અને બાઈક મળીને કુલ ૯૩,૯૦૦નો મુદામાલ જ કરી આરોપીઓ વિદ્ધ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એન આર મકવાણા, પીએસઆઈ કે આર કેસરિયા, ફાકભાઈ પટેલ, રસિકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજિયા, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મનસુખભાઈ દેગામડીયા, આશીફભાઈ રાઉંમાં, અંકુરભાઈ ચાંચુ, અશ્વિનભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech