આઈપીએલના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ, રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશી પોતાની બીજી જ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ગુરુવારે, તે મુંબઈ ઇન્ડિયન્સ સામે દીપક ચહરના બોલ પર આઉટ થયો હતો. આ દરમિયાન, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વૈભવની વાસ્તવિક ઉંમર 14 વર્ષ નહીં, પણ 16 વર્ષ છે.
વાયરલ વીડિયોમાં બે લોકો દેખાય છે. પહેલા તેઓ વીડિયોમાં કહે છે કે તેઓ બિહારના સમસ્તીપુરના રહેવાસી છે અને પછી તેઓ વીડિયોમાં આસપાસના સ્થળો બતાવે છે. પછી તે કહે છે કે વૈભવ સૂર્યવંશી તેની સાથે રમતો હતો, તે તેને બોલિંગ કરીને પ્રેક્ટિસ કરાવતો હતો.તે વ્યક્તિએ કહ્યું, "સૌથી વધુ મહેનત તેની નહીં, પણ તેના પિતાની છે. અમને દરરોજ પટના લઈ જતા, આમંત્રણ આપતા, પાર્ટીઓ આપતા, અમે તેની સામે બોલિંગ કરીને તેને પ્રેક્ટિસ કરાવતા.
તે વ્યક્તિ આગળ કહે છે કે તે (વૈભવ) ટુક-ટુક રમવા જેવો વ્યક્તિ નથી, તે જ્યાં પણ રમ્યો છે, તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે. આ પછી, તે કહે છે કે તેને ગર્વ છે કે બિહારનો એક છોકરો પોતાનું નામ બનાવી રહ્યો છે પરંતુ તેને દુઃખ છે કે તેની ઉંમર 14 વર્ષ બતાવવામાં આવી રહી છે. જો તેની સાચી ઉંમર જણાવવામાં આવી હોત તો વધુ મજા આવી હોત. તેમની વાસ્તવિક ઉંમર ૧૬ વર્ષ છે.તે અમારી સાથે રમતો હતો, તે 16 વર્ષનો છે.
વૈભવની ઉમર પર ઉઠી રહ્યા છે સવાલ
બીજી તરફ સૂર્યવંશીનો એક ઇન્ટરવ્યુ પણ વાયરલ થયો છે, જે 2023નો છે અને તેમાં તે કહેતા જોવા મળે છે કે તે સપ્ટેમ્બરમાં 14 વર્ષનો થશે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેની ઉંમર પર સવાલ ઉઠાવે છે. ઉલેખનીય છે કે આઈપીએલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલ માં ડેબ્યૂ કર્યું અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. ગુજરાત ટાઇટન્સ સામેની તેની ત્રીજી મેચમાં, તેણે 35 બોલમાં સદી ફટકારી, જે આઈપીએલના ઇતિહાસમાં કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. તે આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. મુંબઈ સામે હાર્યા બાદ, રાજસ્થાન આઈપીએલ 2025 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech