ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં વિકી જૈન કરશે એન્ટ્રી
અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે.
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ સાથે બીગ બોસ 17 માં જોવા મળી હતી. બીગ બોસ 17 પછી વિકી જૈન એક્ટિંગ કરિયર તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વિકી જૈન ટૂંક સમયમાં ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિકી જૈન શાહરુખ ખાનના ડબ્યુ શો ફોજીની સિક્વલમાં કામ કરવાનો છે. ફોજી ટીવી શોથી શાહરુખ ખાનનું કરિયર ચમકી ગયું હતું. ત્યારે હવે વિકી જૈન પણ શાહરુખ ખાનની જેમ ફોજી ટીવી શોથી એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
વિકી જૈન બીજો શાહરુખ ખાન બનવાની તૈયારી કરી રહ્યો છે. 35 વર્ષ પહેલા આ ટીવી સીરીયલ આવી હતી જેનાથી શાહરુખ ખાનની જિંદગી બદલી ગઈ અને આજે તે બોલીવુડનો બાદશાહ છે. હવે વિકી જૈન પણ આ ટીવી શોને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત માટે પસંદ કર્યો છે.
મહત્વનું છે કે બીગ બોસ દરમિયાન વિકી જૈન પર કેટલાક ગંભીર આરોપ પણ લાગી ચૂક્યા છે.એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિકી જૈન ટીવીની દુનિયામાં આવવા માંગે છે એટલા માટે જ તે અંકિતા લોખંડેની મદદ લઈ રહ્યો છે. એક્ટિંગની દુનિયામાં ફેમ મેળવવા માટે જ વિકી જૈને અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા છે. કારણ કે અંકિતા લોખંડે ટીવીની દુનિયાનું મોટું નામ છે. જો કે આ પ્રકારના આરોપો પર વિકીએ આજ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. થોડા સમય પહેલા વિકી જઈને અંકિતા લોખંડે સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech