ટેરો દીકરો મધુ મચ્છર કહેવાય એને હું ઉડાડી દઈશ, તમારા દીકરા મધુ પ્રત્યે મને દાજ છે, હું તેને મુકવાનો પણ નથી, યુવકના પિતાએ તો શું ખુન કરી નાખશો પૂછતાં શખસે હા ખૂન પણ થશે તેમ ફોનમાં ધમકી આપતા પ્રૌઢે ચલાલાના મુકેશ પાલજી રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.
ધારીના મોઠપુર (નક્કી) ગામે રહેતા અને ખેતીકામ કરતા ગેલભાઈ સોમાભાઈ રાઠોડ (ઉ.વ.60) નામના પ્રૌઢના ફોનમાં ચલાલા ગામના મુકેશ પાલજીભાઈ રાઠોડ નો ફોન આવ્યો હતો અને ફોનમાં કહેવા લાગ્યો હતો કે, તમારો દીકરો મધુ મધુને સમજાવી દેજો કે, અનુ.જાતિસામુદાયિક મંડળીની જમીન બાબતે રસ લેવાનું અને મારા વિશે ગ્રુપમાં લખવાનું બંધ કરી દયે, આથી પ્રૌઢે સામે કહ્યું હતું કે, અનુ.જાતિ સામુદાયિક મંડળીની જમીન તમે એકલા હજારો વીઘા વાવો છો અને સમાજને એક વિઘો પણ આપતા નથી, મંડળીમાં પણ તમારા ઘરના જ સભ્યો છે, આ વાત મારા દીકરાએ ગ્રુપમાં લખી છે. આથી મુકેશને આ વાત ના ગમતા ઉશ્કરાઈ જઈ ઉંચા અવાજે ફોનમાં કહેવા લાગ્યો હતો કે, તમારો દીકરો મધુ મારા માટે મચ્છર કહેવાય, અને હું તને ઉડાડી નાખીસ તો વાર નહીં લાગે, પોલીસ ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો, આથી પ્રૌઢે કહ્યું કે શું ખૂન કરી નાખશો ? સામેના શખસે હા ખૂન પણ થશે કહી મારી નાખવાની ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. પોલીસે ચલાલાના શખસ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech