પોરબંદર નજીકના બળેજના દુધી વિસ્તારમાં ખડ વાઢવા પ્રશ્ર્ને યુવાન અને તેના માતા-પિતા પર હુમલો થયો છે અને દંપતી સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પોરબંદરના બળેજ ગામે દુધી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રતાપ નાથાભાઇ પરમાર નામના ૩૯ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૨-૫ના તે તેની વાડીએ હતો ત્યારે લખુ નાથા પરમાર અને તેની પત્ની મધુબેન બંને ફરિયાદીની વાડીના કુવા તરફ જતા રસ્તે ખડ વાઢતા હતા. તેથી પ્રતાપે લખુભાઇને ‘અમારા રસ્તામાંથી તમે કેમ ખડ વાઢો છો?’ તેમ પૂછતા લખુ ગાળો દેવા લાગ્યો હતો. ગાળોનો અવાજ સાંભળીને ફરિયાદી પ્રતાપના પિતા નાથાભાઇ દેવાભાઇ પરમાર અને માતા જેઠીબેન તથા મોટાબાપાનો દીકરો સરમણ રામ પરમાર વગેરે દોડીને ત્યાં આવી ગયા હતા અને બધાએ લખુને ગાળો કાઢવાની ના પાડતા લખુ અને તેની પત્ની મધુ ઉશ્કેરાઇ ગયા હતા અને ‘ખડ તો વાઢવાનું જ છે. તારાથી થાય તે કરી લેજે’ એમ કહી પ્રતાપ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આથી પુત્રને બચાવવા માટે પિતા નાથાભાઇ અને માતા જેઠીબેન વચ્ચે પડતા લખુએ તેના હાથમાં રહેલા દાંતરડા વડે નાથાભાઇ પરમારને ઇજા પહોંચાડી હતી. તો મધુબેને તેના હાથમાં રહેલ દાતરડા વડે ફરીયાદીની માતા જેઠીબેનને ઇજા પહોંચાડી હતી. માતા-પિતાને લોહી નીકળવા લાગતા હુમલાખોરો લખુ અને મધુ ત્યાંથી નાશી ગયા હતા. ખાનગી વાહનમાં બંનેને માધવપુરની સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયા હતા અને ત્યારબાદ પ્રતાપ પરમારે તેના માતા-પિતા ઉપર હુમલો કરનાર અને પોતાની સાથે ઝપાઝપી કરનાર લખુ નાથા પરમાર અને તેની પત્ની મધુ સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech