એલિયન્સની હાજરી ફરી ચર્ચામાં છે. અમેરિકાના પ્રખ્યાત જાદુગર યુરી ગેલરે કહ્યું છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે એલિયન્સના મૃતદેહો છે અને તેણે પોતે આ મૃતદેહો જોયા છે. ગેલરના જણાવ્યા મુજબ, નાસાના ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટરના બેઝમેન્ટમાં એલિયન મૃતદેહોને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવે છે. નાસાના એક એન્જિનિયર મને ત્યાં લઈ ગયા અને તેમણે મને મૃતદેહો બતાવ્યા. એલિયન્સ ટૂંકા કદ અને પાતળા શરીર ધરાવતા હતા. માથું એકદમ મોટું હતું.
૭૭ વર્ષીય ગેલરે કહ્યું નાસાના એક એન્જિનિયર અને અવકાશયાત્રી મને ગોડાર્ડ સ્પેસ લાઈટ સેન્ટર લઈ ગયા. તે મેરીલેન્ડમાં છે, જે વોશિંગ્ટન ડીસીથી ૧૦ કિલોમીટર દૂર છે. આ કેન્દ્રની અંદર એક લેબ છે. એલિયન્સના મૃતદેહો અહીં હાજર ખાસ ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવે છે. જર્મન રોકેટ એન્જિનિયર વેર્નહર વોન બ્રૌન અને અવકાશયાત્રી એડગર મિશેલ પણ મારી સાથે હતા. અમારે ત્રણ વાર સીડીઓથી નીચે જવું પડુ.ં એલિયન્સના ૮ મૃતદેહો હતા. બધાને કાચના ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. ત્યાં જતાં પહેલાં મને ગરમ કોટ આપવામાં આવ્યો. તેના પર નાસાનો લોગો હતો. એ મમાંની ગધં હોસ્પિટલ જેવી હતી. પહેલીવાર યારે મેં મૃતદેહો જોયા ત્યારે મને એવું લાગ્યું કે જાણે તમે અકસ્માત પછીના મૃતદેહો જોતા હોય.
એલિયન્સનો અર્થ એ છે કે પૃથ્વીની બહાર બીજા ગ્રહ પર રહેનારા જીવો. પરંતુ એલિયન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. એલિયન્સની હાજરી પર લગભગ ૬૦ વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે. જો કે, હજી સુધી એ ચોક્કસ કહી શકાય નહીં કે એલિયન્સ અસ્તિત્વમાં છે કે નહીં. જો એમ હોય, તો તેઓ કયાં રહે છે?
બીજો મોટો પ્રશ્ન એ છે કે શું તેઓ આપણી પૃથ્વી કરતાં ટેકનોલોજીની ધ્ષ્ટ્રિએ વધુ અધતન છે? આવા પ્રશ્નોના જવાબો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે. છેલ્લા છ દાયકામાં અન્ય ગ્રહો પર જીવનની શોધ વધુ તીવ્ર બની છે. આ સંબંધમાં ઘણા પુરાવાઓ મળી આવ્યા છે, પરંતુ હજુ સુધી કઈં સ્પષ્ટ્ર થયું નથી.
મંગળ એકમાત્ર એવો ગ્રહ નથી કે યાં બહારની દુનિયા(એટલે કે અન્ય ગ્રહ પર જીવનની સંભાવના હોય. આપણા સૌરમંડળમાં એવી ઘણી જગ્યાઓ છે જે રહેવા યોગ્ય હોઈ શકે છે. તેમાં ગુ અને શનિ, યુરોપા વગેરેના બર્ફીલા ચંદ્રોનો સમાવેશ થાય છે.
એલિયન્સને શોધવા માટે, વૈજ્ઞાનિકોએ એવા ગ્રહને શોધવાને પ્રાથમિકતા આપી છે યાં પરિસ્થિતિ પૃથ્વી જેવી હોય. વૈજ્ઞાનિકોની ટીમે પૃથ્વી જેવા ગ્રહોની શોધ માટે બે પ્રકારની યાદીઓ પણ તૈયાર કરી છે. આ યાદીઓમાંથી એકનું નામ પૃથ્વી સમાનતા સૂચકાંક છે અને બીજી યાદીનું નામ છે પ્લેનેટરી હેબિટીબિલિટી ઈન્ડેકસ. તેમાં એવા ગ્રહો કે ચંદ્રોના નામ છે જેમની સ્થિતિ પૃથ્વી જેવી જ હોવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech