પ્રાણીઓની મદદ કરવામાં સૌથી આગળ રહેતા ઉદ્યોગપતિ રતન ટાટા હવે એક કૂતરાઑની સારવાર માટે મદદ માંગી રહ્યા છે. તેણે લખ્યું, 'મુંબઈ મને તમારી મદદની જરૂર છે.' એક ઈજાગ્રસ્ત પ્રાણીની મુંબઈની એનિમલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક ઘાયલ કૂતરા માટે બ્લડ ડોનેશનની શોધમાં છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આને લગતી માહિતી પણ શેર કરવામાં આવી છે.
ટાટાએ લખ્યું, 'હું તમારી મદદની ખરેખર પ્રશંસા કરીશ.' તેમણે માહિતી આપી છે કે એનિમલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને 7 મહિનાના કૂતરા માટે લોહીની જરૂર છે. આ પોસ્ટ જ્યારથી શેર કરવામાં આવી છે ત્યારથી તે વાયરલ થઈ ગઈ છે અને તેને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લાઈક્સ મળી છે અને આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત ઇન્ટરનેટ યુઝર્સ પણ તેને ઝડપથી શેર કરી રહ્યા છે. ઇન્સ્ટા પોસ્ટ અનુસાર, 'આ 7 મહિનાના કૂતરાને અમારી હોસ્પિટલમાં લોહી ચઢાવવાની જરૂર છે. તેને ટિક ફીવર છે અને જીવલેણ એનિમિયા સાથે દાખલ કરવામાં આવ્યો છે. અમારે મુંબઈમાં બહુ જલ્દી ડોનરની જરૂર છે.
વધુમાં, બ્લડ ડોનેશન કરનાર કૂતરાએ પણ કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે. તે તબીબી રીતે સ્વસ્થ હોવો જોઈએ અને તેની ઉંમર 1 થી 8 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેનું વજન લગભગ 25 કિલો કે તેથી વધુ હોવું જોઈએ, તેનું સંપૂર્ણ રસીકરણ અને ડીવોર્મિંગ થયું હોવું જોઈએ, કોઈ મોટો રોગ ન હોવો જોઈએ, ટિકની ફરિયાદ ન હોવી જોઈએ. આ શરતોને પૂર્ણ કરતા કૂતરા બ્લડ ડોનેટ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech